IPL 2024સ્પોર્ટસ

IPL-2024: પહેલીવાર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં રમશે મુંબઈ ઈન્ડિયન્સ, આ હશે ટીમની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન

મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંની એક -મુંબઈ ઈન્ડિયન્સ, હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ IPL-2024માં પ્રથમ વખત રમશે. IPL 2024ની હરાજી પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી રોહિત શર્માને હટાવીને ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી.

મુંબઈની ટીમે રોહિતની કપ્તાનીમાં 5 વખત IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને હવે ટીમને આગળ લઈ જવાની જવાબદારી હાર્દિક પંડ્યા પર રહેશે. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈની ટીમ IPL 2024માં પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલમાં પહોંચી શકી નહોતી. હવે મુંબઈને છઠ્ઠી વખત ચેમ્પિયન બનાવવાની જવાબદારી હાર્દિક પંડ્યા પર રહેશે, જેણે પોતાની કપ્તાનીમાં ગુજરાત ટાઈટન્સને પ્રથમ વખત વિજેતા બનાવ્યું હતું. જોકે, આ માટે ટીમની પ્લેઈંગ ઈલેવનની પસંદગી સૌથી મહત્વની રહેશે.


IPL-2024માં રોહિત શર્મા અને ઇશાન કિશન ફરી એકવાર ટીમ માટે ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે. ગત સિઝનમાં આ ટીમે ત્રીજા નંબર પર કેમરૂન ગ્રીનને અજમાવ્યો હતો, પરંતુ હવે તે ટીમ સાથે નથી, તેથી ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર જોવા મળી શકે છે.


ચોથા નંબર પર તિલક વર્મા હશે, જેમણે પોતાના બેટથી ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. ટિમ ડેવિડ પાંચમા નંબર પર જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. અનુભવી પિયુષ ચાવલા પ્લેઈંગ ઈલેવનમાં સ્પિનર ​​તરીકે જોવા મળી શકે છે જ્યારે શ્રેયસ ગોપાલ પણ તેને સપોર્ટ કરી શકે છે. જસપ્રીત બુમરાહ સિવાય ફાસ્ટ બોલિંગની કમાન ગેરાલ્ડ કોએત્ઝી પર રહેશે. રોમારિયો શેફર્ડ ઝડપી બોલિંગ કરતો જોવા મળશે, તે નીચલા ક્રમમાં પણ સારી બેટિંગ કરી શકે છે.

IPL-2024ની શરૂઆત શુક્રવાર 22 માર્ચથી થશે. પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રાત્રે આઠ વાગ્યાથી રમાશે. IPL-2024 માટે મુંબઈની સંભવિત શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, શ્રેયસ ગોપાલ, પીયૂષ ચાવલા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning