વાનખેડે સ્ટેડિયમના BCCIના સ્ટોરમાંથી ₹6.52 લાખની IPL જર્સી ચોરી; પોલીસે ગુનો ઉકેલ્યો

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની મેચ દરમિયાન સ્ટેડીયમમાં ક્રિકેટ ચાહકોનું ઘોડાપુર ઉમટી પડે છે, આ દરમિયાન ચાહકો જેતે ટીમની જર્સી પહેરેલા જોવા મળે છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ની ઓફિસીયલ IPL જર્સી ખુબજ કિંમતી હોય છે. ગત મહીને મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં આવેલા BCCI ના સ્ટોરમાંથી IPL 2025ની જર્સીની ચોરી થતી હતી, જેની કિંમત રૂ.6.52 લાખ થતી હતી.
જર્સી ચોરાઈ જવાના મામલે પોલીસે 43 વર્ષીય સિક્યોરિટી મેનેજરની ધરપકડ કરી છે. મુંબઈના એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મીરા રોડના રહેવાસી ફારૂક અસલમ ખાન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, થોડા દિવસ પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને જામીન મળી ગયા હતાં.
આપણ વાંચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન
વાનખેડે સ્ટેડીયમમાં આવેલા BCCIના ઓફિશિયલ મર્ચેન્ડાઇઝ સ્ટોરમાં 13 જૂનના રોજ થઈ હતી. ઇન્ટરનલ ઇન્વેન્ટરી ઓડિટ દરમિયાન ચોરીની જાણ થઇ હતી. BCCI અધિકારીઓએ 17 જુલાઈના રોજ મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
કુલ 261 જર્સીની ચોરી થઈ હતી, આરોપીએ પાસેથી 50 જર્સી જપ્ત કરવામાં આવી છે. ચોરાયેલી કેટલીક જર્સી હરિયાણાના એક ડીલરને વેચવામાં આવી હતી. ધરપકડ પહેલા આરોપીએ ચોરેલી કેટલીક જર્સીઓ ઓનલાઈન વેચી દીધી હતી. આ ઘટનાની વધુ તાપસ કરવાના આવી રહી છે.