IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ રમી શકે છે મોટો દાવ! આ ત્રણ ખેલાડીઓનો સોદો અંતિમ તબક્કામાં

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની અગામી સિઝનની શરૂઆત માર્ચ 2026માં થવાની છે, એ પહેલા અત્યારથી જ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ખેલાડીઓના ટ્રેડની કાર્યવાહી શરુ થઇ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાની સંભવિત અદલાબદલીની ચર્ચા પુરજોશમાં થઇ રહી છે, એવામાં અન્ય ટીમો પણ ખેલાડીઓના ટ્રેડ અંગે વિચાર કરી રહી છે.
અહેવાલ મુજબ મુંબઈ ઇન્ડિયન્સ(MI)એ લેગ-સ્પિનર મયંક માર્કંડેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઇડર્સ(KKR)ને ઓફર કરી છે. પાંચ વખતની IPL ચેમ્પિયન MI સ્પિન બોલિંગ મજબુત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. મયંક માર્કંડેને અગાઉ MI માટે રમી ચુક્યો છે, હવે તેને ટીમમાં ફરી સામેલ કરવા મુંબઈ ઇન્ડિયન્સ KKR સાથે કેસ ડીલ કરી શકે છે.
મયંક MIમાં પરત ફરશે:
મયંક માર્કંડે 2018 માં MI તરફથી IPLમાં ડેબ્યુ કર્યું હતું. MI વર્ષ 2019 અને 2020 માં IPL ટાઇટલ જીત્યું, ત્યારે મયંક માર્કંડે ટીમનો ભાગ હતો. ગત વર્ષે તે KKR માં જોડાયો, પણ તેમાં સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીની જેવા સ્પિનર્સ હોવાથી તેને વધુ તક ના મળી, 2025 ની IPL સીઝન દરમિયાન એક પણ મેચ રમી ન હતી.
અહેવાલ મુજબ MI અને KKR વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે, અને આ ટ્રેડ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે આ કેશ ઓન્લી ટ્રેડ હશે, કારણ કે KKR એ ગયા સિઝનમાં મયંકને ₹30 લાખમાં ખરીદ્યો હતો.
આ ખેલાડીઓનો પણ સોદો થશે!
અહેવાલ મુજબ મુંબઈ ઇન્ડિયન્સ શાર્દુલ ઠાકુર માટે લખનઉ સુપર જાયન્ટ(LSG) સાથે સાથે ₹2 કરોડના સોદાને પણ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. અહેવાલ મુજબ એક અલગ ટ્રેડમાં LSG અર્જુન તેંડુલકરને ખરીદી શકે ચેહ.
અહેવાલ મુજબ રાહુલ ચહર પણ MIમાં પરત ફરી શકે છે, જેના માટે સન રાઈઝાર્સ હૈદરાબાદ(SRH) સાથે વાત થઇ રહી છે. ચહર 2025 સીઝનમાં SRH તરફથી માત્ર એક જ મેચ રમ્યો હતો, SRHએ તેને ₹3.2માં ખરીદ્યો હતો.
આ પણ વાંચો…આઈપીએલના વધુ એક ખેલાડી વિરુદ્ધ બળાત્કારનો મહિલા ક્રિકેટરનો આક્ષેપ, પ્લેયરે સામી એફ.આઇ.આર નોંધાવી



