પૅટ કમિન્સ કેમ સિંગાપોર જતો રહ્યો? પત્નીએ ‘ગુડબાય ઇન્ડિયા’ કેમ લખ્યું?
બેકી કમિન્સની પોસ્ટને પગલે જોરદાર અફવા ઊડી કે…

હૈદરાબાદ: આઈપીએલ (IPL-2025)ની 18મી સીઝનમાં ગુરુવારે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેના પરાજયને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ઉપર ન આવી શકી અને નવમા નંબર પર જ રહી ત્યાર બાદ હૈદરાબાદના ઑસ્ટ્રેલિયન કેપ્ટન પૅટ કમિન્સ (PAT CUMMINS)ની પત્ની બેકી (BECKY) કમિન્સે ’ગુડબાય ઇન્ડિયા, અમને આ દેશનો પ્રવાસ ખૂબ ગમ્યો’ એવું ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ (POST)માં લખીને લોકોને વિચારતા કરી દીધા છે.
ગયા વર્ષે કમિન્સના જ સુકાનમાં હૈદરાબાદની ટીમ ખૂબ લોકપ્રિય હતી. જોકે આ વખતે સાતમાંથી પાંચ મૅચ હારી જતાં આ ટીમ પરથી લોકોનો ઉત્સાહ ઘટી ગયો છે.
કમિન્સ ને હૈદરાબાદનું ફ્રેન્ચાઈઝી એક સીઝન રમવાના 18 કરોડ રૂપિયા આપે છે. કમિન્સની પત્ની બેકીની પોસ્ટ પરથી એવી અફવા ઊડી છે કે પૅટ કમિન્સ નારાજ થઈને અધવચ્ચેથી જ આઈપીએલ છોડીને જતો રહ્યો છે. બેકી કમિન્સે મુંબઈ એરપોર્ટ પરથી પતિદેવ સાથેનો ફોટો પણ શૅર કર્યો હતો.
જોકે સત્ય એ છે કે હૈદરાબાદની આગામી મૅચ છેક બુધવારે રમાવાની છે. ત્યાં સુધીના લાંબા બ્રેકમાં કમિન્સ પોતાની ફેમિલીને લઈને કદાચ સિંગાપોર પહોંચી ગયો છે. બુધવારે સનરાઈઝર્સની મૅચ હૈદરાબાદમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે જ રમાવાની છે