IPL 2025

મેચ જિત્યા બાદ Preity Zintaએ આ કોને આંખ મારી? ફોટો થયા વાઈરલ…

આઈપીએલ-2025 (IPL-2025)નો ક્રેઝ હાલમાં ચરમસીમા પર છે અને ગઈકાલે એટલે કે રવિવારે અમદાવાદ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબે મુંબઈને કાંટે કી ટક્કર આપીને મુંબઈનું ફાઈનલ્સમાં પહોંચવાનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું.

આ બધા વચ્ચે ગઈકાલની મેચ જિત્યા બાદનો એક ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે જેમાં પ્રીટિ ઝિન્ટાનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે કોઈને આંખ મારતી દેખાઈ રહી છે. આવો જોઈએ પ્રીટિએ કોને આંખ મારી?

આપણ વાંચો: આઈપીએલ-2025માં જોવા મળતા રોબોટ ડોગનું નામ શું છે, જાણો છો?

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરના મેચ વિનિંગ પર્ફોર્મન્સ સિવાય સોશિયલ મીડિયા પર સૌથી વધુ જેની ચર્ચા થઈ રહી છે એ છે ટીમના માલિક પ્રીટિ ઝિન્ટાનો પોતાની ટીમ માટેનો અટૂટ સપોર્ટ.

આપણ વાંચો: Mumbai Indians ની જિત માટે Akash Ambani એ કર્યા આ મંદિરમાં દર્શન… વીડિયો થયો વાઈરલ…

દરેક મેચ દરમિયાન ટીમને સ્ટેન્ડમાંથી સપોર્ટ કરવું, ચિયર અપ કરવું અને આવું કરતી વખતે એકદમ સહજ અને શાનદાર દેખાઈને પ્રીટિએ ફરી એક વખત સાબિત કરી આપ્યું છે કે તે મેદાન પર અને મેદાનની બહાર પંજાબ કિંગ્સનું હાર્ટ છે.

સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે પંજાબની ટીમ જિતના જશ્નમાં વ્યસ્ત છે અને એ જ સમયે કેમેરામાં એક એવી ક્ષણ કેદ થઈ ગઈ કે જે નેટિઝન્સનું દિલ જિતી રહી છે.

વાત જાણે એમ છે કે જેવા શ્રેયસ અય્યરે વિનિંગ શોટ માર્યો કે પીબીકેએસમાં ખુશીની લહેર ફરી વળી. પ્રીટિ અને કો-ઓનર નેસ વાડિયા સ્ટેન્ડમાં વિક્ટરીનું સેલિબ્રેશન કરી રહ્યા હતા. પ્રીટીએ શ્રેયસ અય્યર અને ટીમના કોચને ગળે મળીને શુભેચ્છાઓ પણ આપી હતી.

આપણ વાંચો: મેચ પત્યા બાદ Nita Ambani એ કર્યો આ ખાસ ઈશારો, MIની જિત સાથે છે કનેક્શન…

મેચ બાદ પ્રેઝેન્ટેશન દરમિયાન પ્રીટિ ઝિન્ટાએ 19 નંબરના ખિલાડીને આંખ મારતી કેમેરામાં કેદ થઈ હતી. આ કોઈ બીજું નહીં પણ નેહલ વઢેરા છે, જેની બેટિંગ પર પ્રીટિ ફિદા છે. પંજાબની જિત બાદ જેવો નેહલ તેની સામે આવ્યો તો પ્રીટિએ આંખ મારીને તેને ચિડાવ્યો હતો. આ સમયનો ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

https://twitter.com/edgeofcricket/status/1929442996455449055

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબને ફરી ફાઈનલમાં પહોંચવા માટે 11 વર્ષનો સમય સમય લાગ્યો હતો. આ પહેલાં ટીમ 2014માં ફાઈનલ્સમાં પહોંચી હતી. હવે પંજાબ 3જી જૂનના આરસીબી સામે મેચ રમતી જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button