IPL 2025

આઈપીએલ 2.0 માટે ક્યો વિદેશી ખેલાડી નહીં આવે, કોણ-કોણ ઉપલબ્ધ છે?

આજથી ફરી ટી-20ના જંગ શરૂ

મુંબઈ/બેંગ્લૂરુ: ભારત સાથેના ટૂંકા યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયા બાદ હવે અધૂરી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બાકીની 17 મૅચનો રાઉન્ડ આજે શરૂ થઈ રહ્યો છે જેમાં વિવિધ ટીમો વચ્ચેના રોમાંચક વિજય-પરાજય જોવા મળશે. આ ટીમોના કયા વિદેશી ખેલાડીઓ સ્વદેશ ગયા બાદ ભારત પાછા આવ્યા છે અને કોણે આવવાનું ટાળ્યું છે એ નક્કી થઈ ગયું છે.

ચેન્નઈ, હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમ પ્લે ઑફની રેસની બહાર થઈ ગઈ છે અને બાકીની સાત ટીમ વચ્ચે હરીફાઈ છે. એમાં પણ ખાસ કરીને ટૉપ-ફોરમાં આવવા ટોચની પાંચ ટીમ ગુજરાત, બેંગ્લૂરુ, પંજાબ, મુંબઈ, દિલ્હી વચ્ચે હરીફાઈ જામશે. કોલકાતા અને લખનઊને પ્લે ઑફનો ઓછો ચાન્સ છે.

આજે આઈપીએલ (IPL-2025) 2.0ના પ્રથમ દિવસે બેંગ્લૂરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મૅચ રમાશે.

ઉલ્લેખનીય છે કે યુદ્ધ પહેલાં અધવચ્ચેથી રદ કરવામાં આવેલી પંજાબ-દિલ્હી મૅચ 24મી મેએ ફરીથી રમાશે.

કઈ ટીમનો કયો વિદેશી ખેલાડી પાછો આવ્યો, કોણ નહીં આવે?…

ગુજરાત:
(1) જૉસ બટલર, કૅગિસો રબાડા (માત્ર લીગ રાઉન્ડ માટે ઉપલબ્ધ)
(2) કુસાલ મેન્ડિસ (પ્લે ઑફ માટે ઉપલબ્ધ)
(3) શેરફેન રૂધરફર્ડ, રાશીદ ખાન, કરીમ જનત, જેરાલ્ડ કૉએટઝી, દાસુન શનાકા (બધી મૅચો માટે ઉપલબ્ધ)

બેંગ્લૂરુ:
(1) ફિલ સોલ્ટ, જેકબ બેથેલ, રોમારિયો શેફર્ડ (બે લીગ મૅચ માટે ઉપલબ્ધ)
(2) ટિમ ડેવિડ, લિઆમ લિવિંગસ્ટન, લુન્ગી ઍન્ગીડી (લીગ રાઉન્ડ માટે ઉપલબ્ધ)
(3) નુવાન થુશારા (ઉપલબ્ધ)
(4) જૉશ હૅઝલવૂડ (અનિશ્ચિત)

પંજાબ:
(1) અઝમતુલ્લા ઓમરઝાઈ, મિચલ ઓવેન, માર્કો યેનસેન (લીગ રાઉન્ડ માટે ઉપલબ્ધ)
(2) ઝેવિયર બાર્ટલેટ, કાઇલ જેમિસન (ઉપલબ્ધ)
(3) જૉસ ઇંગ્લિસ, માર્કસ સ્ટોઈનિસ, આરૉન હાર્ડી (અનિશ્ચિત)

મુંબઈ:
(1) વિલ જેક્સ, રાયન રિકલ્ટન (લીગ રાઉન્ડ માટે ઉપલબ્ધ)
(2) જૉની બેરસ્ટૉ (ઉપલબ્ધ)
(3) રિચર્ડ ગ્લીસન (પ્લે ઑફ માટે ઉપલબ્ધ)
(4) બેવૉન જેકબ્સ, કોર્બીન બૉસ્ચ (પ્લે ઑફ માટે ઉપલબ્ધ)
(5) મિચલ સેન્ટનર, ટ્રેન્ટ બૉલ્ટ, રીસ ટૉપ્લી, મુજીબ ઉર રહમાન (તમામ ઉપલબ્ધ)

દિલ્હી:
(1) ટ્રિસ્ટેન સ્ટબ્સ (માત્ર લીગ રાઉન્ડ માટે ઉપલબ્ધ)
(2) ફાફ ડુ પ્લેસી, દુશમન્થા ચમીરા, સેદીકુલ્લા અટલ (ઉપલબ્ધ)
(3) મિચલ સ્ટાર્ક, જેક ફ્રેઝર-મૅકગર્ક (ઉપલબ્ધ નથી)
(4) મુસ્તફિઝૂર રહમાન (18-24 મે દરમ્યાન ઉપલબ્ધ)
(5) ડૉનોવાન ફરેરા (ઉપલબ્ધ)

કોલકાતા:
(1) સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, ડિકૉક, સ્પેન્સર જોન્સન રહમતુલ્લા ગુરબાઝ, એન્રીક નૉર્કીયા (તમામ ઉપલબ્ધ)
(2) મોઈન અલી, રોવમેન પૉવેલ (ઉપલબ્ધ નથી)

લખનઊ:
(1) એઇડન માર્કરમ (લીગ રાઉન્ડ માટે ઉપલબ્ધ)
(2) મિચલ માર્શ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, મેથ્યૂ બ્રિટઝકે, વિલ ઓરુરકે (તમામ ઉપલબ્ધ)
(3) શમાર જોસેફ (ઉપલબ્ધ નથી)

હૈદરાબાદ:
(1) પૅટ કમિન્સ, ટ્રેવિસ હેડ, ક્લાસેન, કમિન્ડુ મેન્ડીસ, એશાન મલિંગા (તમામ ઉપલબ્ધ)
(2) વિઆન મુલ્ડેર (ઉપલબ્ધ નથી)

રાજસ્થાન:
(1) શિમરોન હેટમાયર, લુઆન્ડ્રે પ્રિટોરિયસ, કવેના મફાકા, ફઝલહક ફારુકી, માહીશ થીકશાના, વનિન્દુ હસરંગા (તમામ ઉપલબ્ધ)
(2) જોફ્રા આર્ચર, નાન્ડ્રે બર્ગર (ઉપલબ્ધ નથી)

ચેન્નઈ:
(1) નૂર અહમદ, મથીશા પથિરાના, ડેવૉન કૉન્વે, ડેવાલ્ડ બ્રેવિસ (તમામ ઉપલબ્ધ)
(2) જૅમી ઓવર્ટન, સૅમ કરૅન, રચિન રવીન્દ્ર, નૅથન એલિસ (તમામ ઉપલબ્ધ નથી)

આ પણ વાંચો…સાઉથ આફ્રિકાના સાત ખેલાડીઓએ આઇપીએલની આ છ ટીમને ચિંતામાં મૂકી દીધી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button