IPL 2025

વિરાટ કોહલીએ મુશીર ખાન સામે કર્યો આવો ઈશારો? સોશીયલ મીડિયા પર થઇ રહી છે ટીકા

મુંબઈ: ગઈ કાલે ગુરુવારે સાંજે રમાયેલા IPL 2025ના ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB)એ પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે જીત મેળવી, આ સાથે જ RCB એ ફાઈનલમાં સ્થાન મેળવ્યું. ક્વોલિફાયર-1 મેચ દરમિયાન વિરાટ કોહલી(Virat Kohli) મેદાન પર હળવા મૂડમાં જોવા મળ્યો હતો.

એક તરફ પંજાબ કિંગ્સની એક પછી એક વિકેટ પડી રહી હતી અને વિરાટ ફિલ્ડ પર મજા લઇ રહ્યો હતો. એવામાં જ્યારે IPLમાં ડેબ્યુ કરી રહેલો મુશીર ખાન (Mushir Khan) બેટિંગ કરવા આવ્યો ત્યારે વિરાટે એવો ઈશારો કર્યો, જેને કારણે તેની ટીકા થઇ રહી છે, જોકે કેટલાક ફેન્સ તેના સમર્થનમાં પણ આવ્યા છે.

વિરાટે મુશીર સામે કરેલા ઇશારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે મુશીરની ડેબ્યૂ મેચમાં જ કોહલીએ તેની મજાક ઉડાવી હતી કે તે અન્ય ખેલાડીઓને પાણી પીવડાવે છે.

આપણ વાંચો: વિરાટ કોહલીના એક લાઈક પર એક છોકરીના 2 મિલિયન ફોલોવર્સ વધી ગયા, કોણે કર્યો આવો દાવો?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે સ્લિપમાં ઊભેલો વિરાટ PBKSના બેટર મુશીર ખાન તરફ જોઇને પાણી પીવાનો ઈશારો કરે છે. આ મુશીર ખાનનો IPL ડેબ્યૂ મેચ હતો, તે પણ આટલા મોટા સ્ટેજ પર. તેના પર પ્રેશર પણ વધુ હતું કારણ કે PBKSએ 60 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. એવામાં વિરાટે મુશીરને સ્લેજ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મુશીર ખાન PBKS માટે કઈ ખાસ કરી શક્યો નહીં, તે ખાતું પણ ખોલી શક્યો નહીં.

વિરાટની ટીકા?
એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, “ડેબ્યુ કરી રહેલા મુશીર ખાન તરફ ઈશારો કરીને, વિરાટ કોહલીએ કહ્યું ‘યે તો પાણી પીલાતા હૈ’. આ શરમજનક છે.”
બીજા યુઝરે લખ્યું, “શું કોઈએ વિરાટ કોહલીના લિપ-સિંક અને હાવભાવ પર ધ્યાન આપ્યું? જો એ સાચું હોય, તો તેણે પોતાના સ્તર પ્રમાણે વર્તાવ કર્યો નથી. ‘સ્પોર્ટ્સ લેજેન્ડ’ તરફથી આ યોગ્ય વર્તન નથી.”

ચાહકોએ વિરાટનો બચાવ કર્યો:
વિરાટનાના ચાહકો આને તેના વિરુદ્ધનો એજન્ડા ગણાવી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “થોડી ઓવર પહેલા ટાઈમઆઉટમાં મુશીર ડ્રિંક્સ લાવ્યો હતો. વિરાટ કહી રહ્યો હતો કે તે થોડી મિનિટો પહેલા જ પાણી લાવ્યો હતો અને હવે તેને બેટિંગ કરવા આવવું પડ્યું છે. તમે લોકો કોહલી પ્રત્યેના નફરતમાં એટલા આંધળા થઈ ગયા છો કે તમે તમારા મનમાં આવી વાતો બનાવી લો છો.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button