IPL 2025

SRH vs RR, CSK vs MI: IPLમાં આજે બે મહા મુકાબલા; વાંચો હૈદરાબાદ અને ચેન્નઈમાં પિચનો પીચ રીપોર્ટ…

મુંબઈ: ગઈ કાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચે રમાયેલા મેચ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝનની ભવ્ય શરૂઆત થઇ. ગઈ કાલે ક્રિકેટ ચાહકોને એક મજેદાર મેચ જોવા મળી, એવામાં આજે રવિવારે ચાહકોને બે ગણી મજા પડવાની છે. આજે IPL 2025માં બે મેચ રમાવાની છે.

આ પણ વાંચો..IPL 2025: ખેલાડીઓ સુરતમાં બનેલા કપડાંની જર્સી પહેરીને ઉતરશે મેદાનમાં, જાણો શું છે વિશેષતા…

આજે પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ(RR) વચ્ચે હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ચેન્નઈમાં રમાશે. બંને મેચમાં મેચમાં ક્રિકેટના ધુરંધર ક્રિકેટરો રમતા જોવા મળશે, જેના કારણે ચાહકોમાં ઉત્સાહ છે. બંને મેચમાં પીચ મહત્વની ભૂમિકા ભજવશે, તો આવો જાણીએ બંને સ્ટેડિયમની પીચનો મિજાજ.

હૈદરાબાદ પિચ રિપોર્ટ અને વેધર રીપોર્ટ:
SRH vs RR મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 3.30 વગ્યે શરુ થશે. આ સ્ટેડિયમની પિચને બેટ્સમેન માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીં અનેકવાર હાઇ સ્કોરિંગ મેચો જોવા મળી છે. ગત સિઝનમાં SRHએ આ મેદાન પર ત્રણ વખત 250 થી વધુ રન ખડકયો હતો. SRHએ RCB સામે 287, મુંબઈ ઇન્ડિયન્સ સામે 277 અને દિલ્હી કેપિટલ્સ સામે 266 રન બનાવ્યા હતા. જો આજે SRHને RR સામે પહેલા બેટિંગ કરવાની તક મળે તો SRHના બેટર્સ ફરીથી 250 થી વધુ રન બનાવવાનો પ્રયાસ કરશે.

આ સ્ટેડીયમમાં અત્યાર સુધીમાં 77 IPL મેચ રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરતી ટીમે 34 મેચ જીતી છે અને રન ચેઝ કરતી ટીમે 42 મેચ જીતી છે. અહીં પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 163 છે. જોકે, અહીં ફાસ્ટ બોલર્સનું વર્ચસ્વ રહે છે, અત્યાર સુધી આ મેદાનમાં રમાયેલી IPL મેચમાં 70.58 ટકા વિકેટ ફાસ્ટ બોલર્સે ખેરવી છે, જ્યારે સ્પિનર્સને માત્ર 29.42 ટકા વિકેટ મળી છે. જેના આધારે કહી શકાય કે અહીં પેસર્સનું વર્ચસ્વ રહેશે અને ટીમ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કરશે.

આજે માર્ચે હૈદરાબાદમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. વરસાદ પડવાની શક્યતા 40 ટકા જેટલી છે. દિવસ દરમિયાન તાપમાન લગભગ 35 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 22 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પવનની ગતિ 10 કિમી/કલાકથી 15 કિમી/કલાકની વચ્ચે રહેશે.

ચેન્નાઈ પિચ અને રિપોર્ટ:
CSK vs MI મેચ સાંજે 7.30 વાગ્યે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરુ થશે. બંને ટીમો પાંચ વખતની IPL ટાઈટલ જીતી ચુકી છે. આ સ્ટેડીયમમાં અત્યાર સુધી 85 IPL મેચ રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 47 મેચ જીતી છે અને બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 36 મેચ જીતી છે.

આ પણ વાંચો..10 મોટા રેકોર્ડ આ વખતની આઈપીએલમાં તૂટી શકે…

ચેન્નઈની પિચ સ્પિન ફ્રેન્ડલી માનવામાં આવે છે, પરંતુ T20 માં પીચ ઘણીવાર બેટર્સને પણ મદદ મળે છે. આ મેદાન પર રમાયેલી IPL મેચમાં પેસ બોલરોએ 61.57 ટકા વિકેટ લીધી છે, જ્યારે સ્પિનરો 38.43 ટકા વિકેટ લીધી છે. ચેન્નઈની પિચ શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ કરે છે અને બાદમાં સ્પિનરોને મદદ મળે છે. અહીં ટોસ જીતનારી ટીમો પહેલા બેટિંગ કરવાનું પસંદ કરે છે.

મેચ દરમિયાન વરસાદની 20 ટકા શક્યતા છે. આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેશે. મેચ દરમિયાન તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button