IPL 2025

IPL 2025: અમદાવાદમાં ગિલ 47 રન બનાવતા જ રચશે ઈતિહાસ, જાણો વિગત…

GT vs PBSK: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો પાંચમો મુકાબલો આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મુકાબલાથી બંને ટીમો આઈપીએલ 2025ની શરૂઆત કરશે. બંને ટીમોની નજર જીત સાથે શરૂઆત કરવા પર રહેશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઈટન્સું હોમ ગ્રાઉન્ડ છે. આ મેદાન ટીમના કેપ્ટન શુભમન ગિલ માટે ખાસ રહ્યું છે. ગિલ પાસે આ મેદાનમાં એક ખાસ સિદ્ધિ મેળવવાની તક છે.

ગિલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1000 રન પૂરા કરવાની નજીક છે. પંજાબ સામે 47 રન બનાવતાં જ તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1000 રન બનાવનારો પ્રથમ ખેલાડી બની જશે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોઈ ખેલાડી આ આંકડાને સ્પર્શી શક્યો નથી.

આ પણ વાંચો:એમઆઇનો `મિસ્ટ્રી સ્પિનર’ પીઢ ખેલાડીઓ રાશિદ ખાન અને મલિન્ગા સાથે પ્રૅક્ટિસ કરીને ઘડાયો છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ગિલનો કેવો છે રેકોર્ડ

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 18 આઈપીએલ મેચ રમી છે. 65.53ની સરેરાશથી તેણે 953 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 159.36નો રહ્યો છે. તેણે 3 સદી અને 4 અડધી સદી ફટકારી છે. ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવા મામલે ગિલની આસપાસ પણ કોઈ નથી.

ગિલના આઈપીએલ કરિયરની વાત કરવામાં આવે તો 103 મેચની 100 ઈનિંગમાં 4 સદી અને 20 અડધી સદીની મદદથી 3216 રન બનાવ્યા છે. તેની સરેરાશ 37.83 અને સ્ટ્રાઇક રેટ 135.96 નો છે. ગુજરાત પહેલા ગિલ 2018-2021 સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો હિસ્સો હતો.

આ પણ વાંચો:શ્રેયા ઘોષાલ અને દિશા પટનીએ ઓપનિંગ સેરેમનીના પર્ફોર્મન્સ માટે કેટલી ફી લીધી?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button