IPL 2025

પંજાબે કોલકાતા સામે ફરી બૅટિંગ પસંદ કરી, ભાવનગરના સાકરિયાનું કેકેઆર વતી ડેબ્યૂ

કોલકાતાઃ અહીં ઇડન ગાર્ડન્સમાં આજે પંજાબ કિંગ્સ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 15મી એપ્રિલે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં જે મૅચ રમાઈ હતી એમાં પણ શ્રેયસે પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી અને પંજાબે એ મુકાબલામાં કોલકાતાને હરાવ્યું હતું.

આજની મૅચ માટે પંજાબની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. માર્કસ સ્ટોઇનિસ અને ઝેવિયર બાર્ટલેટના સ્થાને અનુક્રમે ગ્લેન મૅક્સવેલને અને અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઓમરઝાઈને ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે.

આપણ વાંચો: LSG vs PBKS: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, આ ઘાતક બોલર PBKS માટે ડેબ્યુ કરશે

અજ્ક્યિં રહાણેની કૅપ્ટન્સીમાં રમી રહેલી કોલકાતાની ટીમે પણ બે ફેરફાર કર્યા છે. મોઇન અલી તથા રમણદીપ સિંહના સ્થાને અનુક્રમે રૉવમૅન પોવેલ તથા ભાવનગરના લેફ્ટ-હૅન્ડ પેસ બોલર ચેતન સાકરિયા (Chetan Sakaria)ને ઇલેવનમાં સામેલ કર્યા છે. ચેતન પહેલી વાર કેકેઆર વતી રમશે.

15મી એપ્રિલની આઈપીએલ (IPL-2025) મૅચમાં પંજાબની ટીમ માત્ર 111 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે પંજાબના યુઝવેન્દ્ર ચહલે ચાર વિકેટ અને માર્કો યેનસેને ત્રણ વિકેટ લઈને કોલકાતાને માત્ર 95 રનના સ્કોર પર ઑલઆઉટ થવાની ફરજ પાડી હતી અને આ લો-સ્કોરિંગ મૅચમાં પંજાબનો 16 રનથી અકલ્પનીય વિજય થયો હતો. પંજાબના મૅક્સવેલ, અર્શદીપ અને બાર્ટલેટે એક-એક વિકેટ લીધી હતી.

આપણ વાંચો: IPL 2025: ગુજરાત ટાઇટનની પંજાબ કિંગ્સ સામે 11 રનથી હાર, પંજાબે જીતથી કરી શરૂઆત…

બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), શશાંક સિંહ, નેહલ વઢેરા, ગ્લેન મૅક્સવેલ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો યેનસેન, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ હરપ્રીત બ્રાર, મુશીર ખાન, પ્રવીણ દુબે, વિજયકુમાર વૈશાક, સૂર્યાંશ શેડગે.

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેન્કટેશ ઐયર, સુનીલ નારાયણ, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રૉવમૅન પોવેલ, વૈભવ અરોરા, ચેતન સાકરિયા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ ઍન્રિક નોર્કિયા, મનીષ પાન્ડે, અંગક્રિશ રઘુવંશી, અનુકૂલ રૉય, લવનીથ સિસોદિયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button