IPL 2025

ફિલ સૉલ્ટ નવજાત શિશુનું મોઢું જોઈને મંગળવારે પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યો

અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો બ્રિટિશ વિકેટકીપર-બૅટ્સમૅન ફિલ સૉલ્ટ ગમે એમ કરીને આઇપીએલ (IPL-2025)ની ફાઇનલમાં બેંગલૂરુને પંજાબ કિંગ્સ સામે જિતાડવા માગે છે અને એ માટે તેણે છેલ્લા થોડા કલાકોમાં ખૂબ ભાગદોડ કરી.

તેની ગર્લફ્રેન્ડ ઍબી મૅકલેવને બાળકને જન્મ આપ્યો છે. ફિલ સૉલ્ટ (PHIL SALT) થોડા દિવસ પહેલાં જ ઇંગ્લૅન્ડ પહોંચી ગયો હતો અને નવજાત બાળકનું મોઢું જોઈને ભારત પાછો આવી ગયો છે. ફિલ સૉલ્ટ મંગળવારે પરોઢિયે ત્રણ વાગ્યે અમદાવાદ ઍરપોર્ટ પર ઊતર્યો હોવાનો અહેવાલ મળ્યો હતો.

આપણ વાંચો: ફિલ સૉલ્ટ 1,000 રન પૂરા કરનાર ફાસ્ટેસ્ટ બ્રિટિશર…

ફિલ સૉલ્ટની ગર્લફ્રેન્ડ ઍબી સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ક્નટેન્ટ સ્ટ્રૅટજી વિભાગમાં વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ છે. તે બિઝનેસ ક્નસલ્ટિંગના બિઝનેસમાં પણ છે.

સામાન્ય રીતે ક્રિકેટરોની પત્નીઓ કે પ્રેમિકાઓ આઇપીએલના સ્ટેડિયમમાં જોવા મળતી હોય છે, પરંતુ ફિલ સૉલ્ટની ગર્લફ્રેન્ડ ઍબી જાહેરમાં આવવાનું ટાળતી હોય છે. તે ગર્ભવતી થઈ એ પહેલાં પણ ઇંગ્લૅન્ડમાં ભાગ્યે જ સ્ટેડિયમમાં મૅચ જોવા ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે 29મી મેએ ફિલ સૉલ્ટ પંજાબ કિંગ્સ સામેની ક્વૉલિફાયર-વનમાં ત્રણ સિક્સર અને છ ફોરની મદદથી 27 બૉલમાં અણનમ 56 રન કરીને બેંગલૂરુને ફાઇનલમાં પહોંચાડી દીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button