મુંબઈના ખેલાડીઓ લખનઊ સામેના મુકાબલા પહેલા અયોધ્યાના રામ મંદિરમાં આશીર્વાદ લેવા ગયા…
આજે એમઆઈ-એલએસજી વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી ટક્કર

લખનઊ: અહીં આજે (સાંજે 7:30 વાગ્યાથી) લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાનારી આઈપીએલની મૅચ માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ખેલાડીઓએ ગઈ કાલે પ્રેક્ટિસ વચ્ચે થોડો સમય કાઢીને અયોધ્યાના રામ મંદિર (Ram mandir)ની મુલાકાત લીધી હતી.
સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટી તેમ જ એમઆઈના અન્ય કેટલાક ખેલાડીઓ રામ મંદિરે ગયા હતા.
અન્ય ખેલાડીઓમાં દીપક ચાહર, તિલક વર્મા અને કર્ણ શર્માનો સમાવેશ હતો.

સૂર્યકુમાર યાદવ ભારતની ટી-20 ટીમનો કેપ્ટન છે અને વર્તમાન ટી-20 ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાય છે.
જોકે સૂર્યા થોડા સમયથી ફોર્મમાં નથી. 34 વર્ષનો સૂર્યા વર્તમાન આઈપીએલ (IPL)ની ત્રણ મૅચમાં કુલ ફક્ત 104 રન કરી શક્યો છે જેમાં 48 રન હાઈએસ્ટ સ્કોર છે.
જોકે સૂર્યા થોડા સમયથી ફોર્મમાં નથી. 34 વર્ષનો સૂર્યા વર્તમાન આઈપીએલ (IPL)ની ત્રણ મૅચમાં કુલ ફક્ત 104 રન કરી શક્યો છે જેમાં 48 રન હાઈએસ્ટ સ્કોર છે.
આ પણ વાંચો : ટ્રૅવિસ હેડ ઇલેવનમાં કેમ નહીં?: આ બોલર બન્ને હાથે સ્પિન કરી શકે છે
એમઆઈની ટીમ પહેલી બંને મૅચ હારી ગયા બાદ સોમવારે વાનખેડેમાં કેકેઆર સામે વિજય મેળવીને હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમે જીતવાનું શરૂ કર્યું હતું.
આજની મુંબઈ-લખનઊ મૅચ પર એક નજર…
મુંબઈ અને લખનઊની ટીમ આ વખતે ત્રણ મૅચમાંથી બે મૅચ હારી છે અને એક જીતી છે.
મુંબઈની ટીમમાં ખાસ કરીને રોહિત શર્માના અને લખનઊની ટીમમાં કેપ્ટન રિષભ પંતના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે. બંને પીઢ ખેલાડી આ વખતે ત્રણેય મૅચમાં સારું નથી રમી શક્યા. લખનઊનો પેસ બોલર આકાશ દીપ ફુલ્લી ફિટ થઈને પાછો રમવા આવી રહ્યો હોવાનો અહેવાલ મળ્યો હતો.
લખનઊના રણમેદાન પર સ્પિન-વૉર
લખનઊનું મેદાન સ્પિનર્સને વધુ ફાયદો કરાવનારું રહ્યું છે. લખઊ પાસે રવિ બિશ્ર્નોઈ, દિગ્વેશ રાઠી, શાહબાઝ અહમદ તેમ જ એમ. સિદ્ધાર્થ જેવા સ્પિનર છે તો મુંબઈ પાસે મિચલ સેન્ટનર, વિજ્ઞેશ પુથુર, મુજીબ-ઉર-રહમાન છે.
આ પણ વાંચો : જૉસ બટલર કહે છે, `બેંગલૂરુના સૉલ્ટનો મારાથી કૅચ છૂટ્યો ત્યારે જ મેં નક્કી કરી લીધું કે…’
બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઇલેવન
મુંબઈ: રોહિત શર્મા, રાયન રિકલ્ટન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર દીપક ચાહર, મિચલ સેન્ટનર, ટ્રેન્ટ બૉલ્ટ, અશ્વની કુમાર, વિજ્ઞેશ પુથુર અને (12મો પ્લેયર) મુજીબ-ઉર-રહમાન.
લખનઊ: રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), એઇડન માર્કરમ, મિચલ માર્શ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, આયુષ બદોની, અબ્દુલ સામદ શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઇ અને (12મો પ્લેયર) એમ. સિદ્ધાર્થ.