IPL 2025

CSK vs PBKS: બેટિંગમાં ફરી ફ્લોપ પણ એમ એસ ધોનીએ વિકેટકીપિંગમાં બનાવ્યો નવો રેકોર્ડ…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 22 મેચ રમાઈ ચુકી છે. આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ના ચાહકો નિરાશ થયા થયા છે. આ સિઝનમાં CSK પાંચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે. આ સાથે એમએસ ધોનીની પણ ચાહકોની અપેક્ષા મુજબ બેટિંગ કરી શક્યો નથી. ગઈ કાલે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં પણ ધોની માત્ર 27 રન જ બનાવી શક્યો, પરંતુ તેણે વિકેટકીપિંગમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. એમએસ ધોની IPL ઇતિહાસમાં વિકેટની પાછળ 150 કેચ પકડનાર પ્રથમ વિકેટકીપર બન્યો છે.

પંજાબ કિંગ્સ સામેની મેચમાં રવિચંદ્રન અશ્વિનના બોલ પર નેહલ વાઢેરાને કેચ પકડીને ધોનીએ IPLમાં વિકેટકીપર તરીકે 150 કેચ પૂર્ણ કર્યા. IPLમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ વિકેટકીપર બન્યો.

IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ કેચ પકડવાના મામલે યાદીમાં બીજા સ્થાને દિનેશ કાર્તિક છે, તેણે IPLમાં 137 કેચ પકડાયા છે. આ ઉપરાંત, રિદ્ધિમાન સાહા ત્રીજા સ્થાને છે, જેમણે IPL કારકિર્દીમાં 87 કેચ પકડયા હતા. આ યાદીમાં ઋષભ પંત ચોથા સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 76 કેચ પકડ્યા છે. પાંચમા ક્રમે ક્વિન્ટન ડી કોક છે, જેણે અત્યાર સુધીમાં 66 કેચ લીધા છે.

આ પણ વાંચો: ધોનીએ નિવૃત્તિ વિશે મહત્ત્વની વાત કરી દીધી, જાણી લો તેણે શું કહ્યું…

પંજાબ કિંગ્સ સામેની મેચમાં, એમએસ ધોની પાંચમા નંબરે આવ્યો અને 12 બોલમાં 27 રન બનાવ્યા, તેણે એક ફોર અને 3 સિક્સર પણ ફટકારી હતી. જોકે, તે ટીમને જીત અપાવી શક્યો નહીં. CSKની 18 રને હાર થઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button