IPL 2025

આજે ગુજરાત મોખરે જ રહેશે કે લખનઊ ટૉપર્સના લિસ્ટમાં આવી જશે?

બપોરે 3.30 વાગ્યાથી બન્ને વચ્ચે જંગ, લખનઊમાં વરસાદની આગાહી

લખનઊ: આઇપીએલ (IPL 2025)ની 18મી સીઝનમાં પચીસ મૅચ રમાઈ ચૂકી છે અને એમાં સૌથી વધુ રન કરનાર ટોચના પાંચ બૅટ્સમેનમાં બે ખેલાડી લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના અને બે પ્લેયર ગુજરાત ટાઇટન્સ (GT)ના છે. આજે (બપોરે 3:30 વાગ્યાથી) લખનઊમાં હળવા વરસાદની આગાહી વચ્ચે આ જ બે ટીમ વચ્ચે ટક્કર છે. પોઇન્ટસ-ટેબલમાં ગુજરાત નંબર વન છે, જ્યારે લખનઊની ટીમ આજે જીતીને છઠ્ઠા નંબર પરથી ઉપરના ક્રમાંકોમાં આવી શકે.

પૂરન પ્રથમ, સુદર્શન સેકન્ડ

આઈપીએલની વર્તમાન સીઝનમાં સૌથી વધુ રન કરનાર પાંચ બૅટ્સમેનની યાદી આ મુજબ છે: નિકોલસ પૂરન (લખનઊ, 288 રન) સાઇ સુદર્શન (ગુજરાત, 273 રન), મિચલ માર્શ (લખનઊ, 265 રન) અજિંકય રહાણે (કોલકાતા, 204 રન) અને જૉસ બટલર (ગુજરાત, 202 રન).

રનનો ઢગલો થશે? પૂરન-સુદર્શન વચ્ચે હરીફાઈ

ઉલ્લેખનીય છે કે ગુજરાતની છેલ્લી મૅચમાં (બુધવારે) સુદર્શને રાજસ્થાન સામે 82 રન કરીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. એના આગલા દિવસે નિકોલસ પૂરને કોલકાતા સામેની મૅચમાં અણનમ 87 રન કરીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો હતો. હવે આજે આ જ બે ટોચના બૅટ્સમેન વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ છે.
લખનઊની કાળી માટીની પિચ પર આ વખતે પેસ બોલર વધુ સફળ થયા છે. કુલ 21માંથી 15 વિકેટ પેસ બોલર્સે અને માત્ર છ વિકેટ સ્પિનર્સે એ લીધી છે.

આ પણ વાંચો: ધોનીએ મેદાન પર ઉતરતાં જ રચ્યો ઇતિહાસ…

રસપ્રદ આંકડા પર એક નજર…

(1) લખનઊ અને ગુજરાત આ વખતની માત્ર એવી બે ટીમ છે જેણે મિડલ ઓવર્સમાં કુલ 500થી વધુ રન કર્યા છે.
(2) રાશીદ ખાને રિષભ પંતને કુલ ત્રણ વખત આઉટ કર્યો છે. બંને વચ્ચેની કુલ 15 ઇનિંગ્સમાં પંતને રાશીદે અંકુશમાં રાખ્યો છે. પરંતુ પંત તેના 103 બૉલમાં 114 રન કરી શક્યો છે.
(3) રાશીદ ખાનનો લખનઊના ડેવિડ મિલર સામે પણ સારો રેકોર્ડ છે. રાશીદ તેને ચાર વખત આઉટ કરવામાં સફળ થયો છે.

બંને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન…

ગુજરાત: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), શેરફેન રુધરફર્ડ, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટીયા, વૉશિંગ્ટન સુંદર, રાશીદ ખાન, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. બારમો પ્લેયર કુલવંત ખેજરોલિયા/અર્શદ ખાન.

લખનઊ: રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર) મિચલ માર્શ, એઇડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સામદ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન, આકાશ દીપ અને દિગ્વેશ રાઠી. 12મો પ્લેયર રવિ બિશ્નોઇ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button