IPL ટીમ પંજાબ કિંગ્સના માલિકોમાં ડખો, પ્રીતિ ઝિન્ટાએ નેસ વાડિયા-મોહિત બર્મન સામે કર્યો કેસ

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ અને આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સની સહ માલિક પ્રીતિ ઝિન્ટાએ ટીમના સહ નિર્દેશકો સામે કાનૂની કાર્યવાહી કરી છે. આ વિવાદ એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગને લઈ ઉભો થયો હતો. આ નિર્ણયમાં મતભેદ સામે આવ્યા હતા. પ્રીતિ ઝિન્ટાએ ચંદીગઢની એક કોર્ટમાં સહ નિર્દેશકો મોહિત બર્મન અને નેસ વાડિયા સામે કેસ નોંધાવ્યો હતો.
ત્રણેય કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશક છે, જેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ પંજાબ કિંગ્સના માલિક છે. આ કંપની 2008માં કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડના નામે ખોલવામાં આવી હતી. મોહિત બર્મન, નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટા સહ માલિક છે.
પ્રિતિ ઝિન્ટાએ 21 એપ્રિલના રોજ આયોજીત એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગને લઈ દાવો કર્યો કે, આ બેઠક કંપનીના નિયમોનું પાલન કર્યા વગર યોજવામાં આવી હતી. તેણે 10 એપ્રિલના રોજ ઈમેલમાં બેઠકને લઈ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. મોહિત બર્મન અને નેસ વાડિયાના સમર્થનથી આ બેઠક થઈ હોવાનો આરોપ છે.
આઈપીએલ 2025માં પંજાબનો કેવો છે દેખાવ
આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સે શાનદાર દેખાવ કર્યો છે. 11 વર્ષ બાદ પ્લેઓફમાં ટીમ પહોંચી છે. ટીમે અત્યાર સુધીની 12માંથી 8 મેચ જીતી છે અને 17 પોઈન્ટ સ્થાને ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો…પંજાબની જીત માટે પ્રીતિ ઝિંટા ક્યાં પહોંચી જુઓ વાઈરલ તસવીરો