IPL 2025: અમદાવાદમાં આજે ગુજરાત vs મુંબઈનો મુકાબલો, હાર્દિકની થશે વાપસી…

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં આજે 9મો મુકાબલો ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ મેચ રમાશે. સાંજે 7.30 કલાકથી મેચ શરૂ થશે. બંને ટીમો તેમની પ્રથમ મેચ હારી ચુકી હોવાથી નજર જીતનું ખાતું ખોલાવવા પર રહેશે.
હાર્દિકની થશે વાપસી
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને ગુજરાત ટાઈટન્સને પ્રથમ ટ્રોફી જીતાડનારા હાર્દિક પંડ્યાના વાપસી થશે. ગત સીઝનમાં સ્લો ઓવર રેટ બદલ તેના પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેથી તે સીઝનની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નઈ સુપર કિંગ્સે 5 વિકેટથી હાર આપી હતી. જ્યારે ગુજરાત ટાઈટન્સને પંજાબ કિંગ્સે 12 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો: પહેલા ત્રણ બૉલમાં કમિન્સની ત્રણ સિક્સર, આઈપીએલમાં ચોથો ખેલાડી બન્યો…
હાઈ સ્કોરિંગ પિચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રનનો વરસાદ થાય છે. આ પિચ પર આઈપીએલ 2023થી રમાયેલી કુલ 18 મેચમાંથી 12 મેચમાં 200ને પાર સ્કોર બન્યો છે. આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં પંજાબે 243 રનનો સ્કોર બનાવ્યો હતો, જેનો પીછો કરતી વખતે ગુજરાત ટાઈટન્સે 231 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં પિચ પર ઉછાળના કારણે ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે.
કેવું રહેશે હવામાન
અમદાવાદમાં આજે ગરમીથી થોડી રાહત મળશે, મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. હવાની ગતિ 10 થી 15 કિલોમીટર રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ ઝાકળ બીજી બોલિંગ કરનારી ટીમને અસર કરી શકે છે. આ સ્થિતિમાં ટોસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. પ્રથમ મેચમાં પણ ગુજરાતના કેપ્ટન ગિલે ટોસ જીતીને બોલિંગનો ફેંસલો લીધો હતો.
આ પણ વાંચો:જુઓ તો ખરા! પ્રિન્સ યાદવે ટ્રૅવિસ હેડના સ્ટમ્પ ઉખાડી નાખ્યા
ગત વર્ષે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે અમદાવાદ આવ્યો હતો ત્યારે દર્શકોએ હુટિંગ કર્યું હતું.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ
ગુજરાત ટાઈટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર(વિકેટકીપર), રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અર્શદ ખાન, સાઈ કિશોર, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, રયાન રિકેલ્ટન (વિકેટકીપર, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટર, દીપક ચાહર, ટ્રેંટ બોલ્ટ, સત્યનારાયણ રાજુ, વિગ્નેશ પુથુર