IPL 2025: રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બદલાશે, આ દમદાર ખેલાડી સંપૂર્ણ ફીટ

ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ(RR)ની ટીમે આત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાંથી ટીમ માત્ર એક જ મેચ જીતી શકી છે. આ ત્રણેય મેચમાં રિયાન પરાગે RRની કેપ્ટનશીપ કરી હતી.
જોકે, હવે રાજસ્થાન રોયલ્સ માટે ખુશ ખબર છે. આવનરી મેચમાં સંજુ સેમસન ફરી ટીમની કેપ્ટનશીપ સાંભળી શકે છે.
સંજુ સેમસન પહેલી ત્રણેય મેચમાં રમ્યો હતો, પણ ઈજાને કારણે તેણે ફક્ત બેટિંગ જ કરી હતી. સંજુ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. હવે એવા અહેવાલો છે કે સંજુ આગામી મેચમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરશે.
આપણ વાંચો: IPL 2025: સંજુ સેમસન ટીમમાં હોવા છતાં રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને કેપ્ટન બનાવ્યો; જાણો શું છે કારણ…
NCAએ આપી મંજુરી:
IPL 2025 શરુ થયા પહેલા સંજુ સેમસનને આંગળીમાં ઈજા થઈ હતી. BCCI ની નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)ના સેન્ટર ઓફ એક્સેલન્સે સંજુને બેટિંગ કરવાની પરવાનગી આપી હતી. ત્રણ મેચ પછી, તે ફરીથી સેન્ટર ઓફ એક્સેલન્સ ગયો અને ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો. હવે તે ફિલ્ડર અને વિકેટકીપર તરીકે પણ મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે ફિટ છે.
રાજસ્થાન રોયલ્સે આ માહિતી આપી છે. ફ્રેન્ચાઇઝીએ કહ્યું છે કે સંજુને BCCI તરફથી મંજૂરી મળી ગઈ છે. સંજુ કેપ્ટનશીપ અને વિકેટકીપિંગની જવાબદારીઓ ફરીથી સંભાળવા માટે તૈયાર છે. રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સે કુલ ત્રણ મેચ રમી છે, જેમાંથી બે મેચમાં ટીમને હાર મળી અને એક મેચ જીતી.
હવે RR આગામી મેચ PBKS સામે 5 એપ્રિલ, શનિવારના રોજ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.