MI vs SRH: બંને ટીમો માટે મેચ જીતવી જરૂરી, વાનખેડેની પિચ કેવી રહેશે? વાંચો રીપોર્ટ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ(Wankhede Stadium)માં યોજાશે. આ મેચ ખુબ રસપ્રદ રહેશે, કેમ કે આ મેચ બંને ટીમો માટે જીતવી મહત્વપૂર્ણ છે. પોઈન્ટ ટેબલમાં MI સાતમાં અને SRH નવમા સ્થાને છે. હાર્દિક પંડ્યા અને ટીમ માટે હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે, જ્યારે પેટ કમિન્સની ટીમ છેલ્લી મેચ જેવું જ પ્રદર્શન કરવા ઈચ્છશે.
IPL 2025માં બંને ટીમો સંઘર્ષ કરી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે 6 માંથી 2 મેચ જીતી છે અને 4 મેચ હારી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)એ સિઝનની પહેલી મેચ જીતી હતી પરંતુ તે પછી સતત 4 મેચ હારી ગઈ હતી, છેલ્લી મેચમાં જીત મેળવી હતી. જીત બાદ SRH 10મા સ્થાનેથી 9મા સ્થાને પહોંચી ગઈ છે અને જો તે આજે જીતે તો 7મા સ્થાને પહોંચી જશે.
વાનખેડેમાં રેકોર્ડ્સ:
IPLની પહેલી સિઝનથી વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ઇન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડ છે. અત્યાર સુધીમાં અહીં 118 IPL મે રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમ 55 વખત અને રન ચેઝ કરનારી ટીમ 63 વખત જીતી છે. ટોસ જીતનાર ટીમ અહીં 61 વખત જીતી છે અને ટોસ હારનાર ટીમ 57 વખત જીતી છે. મતલબ કે આ મેદાનમાં રન ચેઝ કરવું થોડું સરળ સાબિત થઇ શકે છે. ટોસ જીત્યા પછી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
આ પણ વાંચો: IPL 2025: KKR vs RCB ઇડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ…
વાનખેડે સ્ટેડિયમ ખાતેનો હાઈએસ્ટ ટીમ સ્કોર 235 છે, આ સ્કોર RCBએ વર્ષ 2015 માં મુંબઈ ઇન્ડિયન્સ સામે બનાવ્યો હતો, એ મેચમાં એબી ડી વિલિયર્સે 133 રન બનાવ્યા હતા. આ મેદાન પર સૌથી સારું બોલિંગ પ્રદર્શન હરભજન સિંહ અને હસરંગાનું રહ્યું છે, બંનેએ સ્પેલમાં 18-18 રન આપીને 5-5 વિકેટ લીધી હતી.
પિચ રિપોર્ટ:
અહેવાલ મુજબ આ સ્ટેડિયમ હાઈ સ્કોરિંગ મેચ માટે જાણીતું છે અને આજે પણ એક હાઈસ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. વાનખેડે સ્ટેડિયમની પીચ સ્પિનર્સને મદદરૂપ સાબિત થઇ શકે છે. ટોસ મહત્વપૂર્ણ રહેશે, જે પણ કેપ્ટન ટોસ જીતે તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. ફાસ્ટ બોલરો માટે પીચ પડકાર સાબિત થશે, અહીંનું આઉટફિલ્ડ પણ ફાસ્ટ છે