IPL 2025

`દુશ્મન કે છક્કે છૂડા દે, હમ ઇન્ડિયા વાલે…’: શંકર મહાદેવને પુત્રો સાથે પર્ફોર્મ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદના સ્ટેડિયમમાં આઇપીએલની 18મી ફાઇનલ પહેલાંની ક્લોઝિંગ સેરેમનીમાં બી પ્રાકનું `તેરી મિટ્ટી મેં…' ગીત પણ ગૂંજ્યું

અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની 18મી સીઝનની બેંગલૂરુ-પંજાબ વચ્ચેની ફાઇનલ (FINAL) પહેલાં આયોજિત સમાપન સમારોહ (CLOSING CEREMONY)માં દુશ્મન કે છક્કે છૂડા દે, હમ ઇન્ડિયા વાલે…’ અનેસબસે આગે હોંગે હિન્દુસ્તાની…’ જેવા દેશભક્તિ અને દેશદાઝના ગીતોએ હજારો પ્રેક્ષકોને તથા કરોડો ટીવી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

બૉલિવૂડના જાણીતા સિંગર શંકર મહાદેવને (SHANKAR MAHADEVAN) તેમના બે પુત્રો સિદ્ધાર્થ અને શિવમ સાથે સ્ટેજ પર પર્ફોર્મ કરીને સંગીતપ્રેમી ક્રિકેટચાહકોને ખુશ કરી દીધા હતા.

આપણ વાંચો: આઇપીએલની 18મી ફાઇનલ માટે સિક્કો ઉછળ્યોઃ પંજાબે ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગ

આ ક્લોઝિંગ સેરેમની ઑપરેશન સિંદૂર'ને તેમ જ ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત હતી અને આખા સમારંભ દરમ્યાન સ્ટેડિયમમાંસશસ્ત્ર દળોને સલામ’ તથા સશસ્ત્ર દળોનો આભાર’ એવા ઉત્સાહક અને પ્રોત્સાહક સ્લોગન ડિજિટલ બોર્ડમાં જોવા મળ્યા હતા અને ક્રિકેટજગતના સૌથી મોટા સ્ટેડિયમમાં સૌની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

લક્ષ્ય’ ફિલ્મનું કંધોં સે મિલતે હૈ કંધે…’,ઐ વતન આબાદ રહે તૂ…’ તેમ જ વંદે માતરમ' સૉન્ગ પણ સૌને ખૂબ ગમ્યું હતું અને છેલ્લેસબસે આગે હોંગે હિન્દુસ્તાની…’ ગીત સાથે કાર્યક્રમ પૂરો થયો હતો.

સ્ટેડિયમમાં ઉપસ્થિત એકેએક વ્યક્તિને જોશ અને જુસ્સો અપાવતા આ ગીતો ઉપરાંત સ્ટેજ પર્ફોર્મર્સે પણ સૌના દિલ જીતી લીધા હતા. બી. પ્રાકના `તેરી મિટ્ટી મેં…’ ગીતે પણ સૌ કોઈમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button