IPL 2025

ટ્રૅવિસ હેડ ઇલેવનમાં કેમ નહીં?: આ બોલર બન્ને હાથે સ્પિન કરી શકે છે

હૈદરાબાદે ફીલ્ડિંગ લીધી, કોલકાતાની પ્રથમ બૅટિંગ

કોલકાતાઃ એક સમયે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ વતી રમનાર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના સુકાની પૅટ કમિન્સે આજે અહીં આઈપીએલ (IPL 2025)માં ઈડન ગાર્ડન્સમાં ટૉસ જીતી લેતાં ફીલ્ડિંગ પસંદ કરી હતી અને કેકેઆરને પહેલા બૅટિંગ કરવાનો મોકો મળ્યો હતો.

કેકેઆરે ઑસ્ટ્રેલિયન પેસ બોલર સ્પેન્સર જૉન્સનના સ્થાને ઇંગ્લૅન્ડના સ્પિન-ઑલરાઉન્ડર મોઇન અલીને ઇલેવનમાં સમાવ્યો છે. ઈડનમાં એસઆરએચ સામે કેકેઆરનો 7-3ના રેશિયો સાથે જીત-હારનો રેશિયો છે અને એ રીતે કેકેઆરનો હાથ ઉપર છે.

એસઆરએચે 26 વર્ષીય શ્રીલંકન સ્પિનર કામિન્ડુ મેન્ડિસને ઇલેવનમાં સમાવ્યો છે અને તે આઇપીએલમાં ડેબ્યૂ કરશે. તે લેફ્ટ-આર્મ અને રાઇટ-આર્મ ઑફ-સ્પિન બોલિંગ કરી જાણે છે. 30મી માર્ચે દિલ્હી સામેની મૅચમાં ત્રણ વિકેટ લેનાર લેગ-સ્પિનર ઝીશાન અન્સારીએ ટીમમાં સ્થાન જાળવ્યું છે.

આપણ વાંચો: અજિંક્ય રહાણે બન્યો કોલકત્તા નાઇટ રાઇડર્સનો નવો કેપ્ટન, વેંકટેશ ઐય્યર વાઇસ કેપ્ટન

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

કેકેઆરઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, મોઇન અલી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી. ઇમ્પૅક્ટ પ્લેયર્સ માટેના વિકલ્પોઃ મનીષ પાન્ડે, વૈભવ અરોરા, અનુકૂલ રૉય, રૉવમૅન પોવેલ અને લવનીથ સિસોદિયા.

એસઆરએચઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, હિન્રિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્ડુ મેન્ડિસ, સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને ઝીશાન અન્સારી. ઇમ્પૅક્ટ પ્લેયર્સ માટેના વિકલ્પોઃ ટ્રૅવિસ હેડ, જયદેવ ઉનડકટ, અભિનવ મનોહર, રાહુલ ચાહર અને વિઆન મુલ્ડેર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button