ગુજરાતે ફીલ્ડિંગ પસંદ કરીઃ હૈદરાબાદની પ્રથમ બૅટિંગથી પ્રેક્ષકો ખુશ, પણ ટ્રૅવિસ સસ્તામાં આઉટ

હૈદરાબાદઃ અહીં (IPL 2025)માં ઉપ્પલ ખાતેના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ (GT)ના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો સુકાની પૅટ કમિન્સ ટૉસ (Toss) નહોતો જીતી શક્યો, પરંતુ હૈદરાબાદે પહેલા બૅટિંગ કરશે એ જાણીને પ્રેક્ષકો ખુશ થઈ ગયા હતા.
ગિલ (Shubhman Gill)ના મતે હૈદરાબાદના મેદાનની પિચ કાળી માટીથી બનેલી છે અને પિચ સ્લો જણાય છે. હૈદરાબાદની ટીમને હોમ ગ્રાઉન્ડ પર શરૂઆતથી ધમાકા બોલાવવાની તક મળી, પરંતુ ઓપનર ટ્રૅવિસ હેડ ફક્ત આઠ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
આપણ વાંચો: ગુજરાત ટાઇટન્સની ટીમને ઝટકો, આ ખેલાડી અંગત કારણસર સ્વદેશ પાછો ગયો
મોહમ્મદ સિરાજના બૉલમાં તે સાઇ સુદર્શનના હાથે કૅચઆઉટ થયો હતો. સુદર્શને ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. ટીમના નવમા રને તેની વિકેટ પડી હતી. ગુજરાતની ટીમમાં પેસ બોલર અર્શદ ખાનના સ્થાને સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને રમવાનો મોકો અપાયો હતો. વૉશિંગ્ટન અગાઉ હૈદરાબાદની ટીમામં હતો.
જોકે ગુજરાતની ટીમમાં સામેલ થવાની ગ્લેન ફિલિપ્સને ફરી એકવાર તક નથી મળી. હૈદરાબાદની ટીમમાં જયદેવ ઉનડકટને સામેલ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સથી ગુજરાત ટાઇટન્સ 3-2થી આગળ, થોડી જ વારમાં નવી ટક્કર શરૂ
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), સાઇ સુદર્શન, જૉસ બટલર (વિકેટકીપર), એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, સાઇ કિશોર, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઇશાંત શર્મા. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ શેરફેન રુધરફર્ડ, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, મહિપાલ લૉમરોર, અર્શદ ખાન.
હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, કામિન્ડુ મેન્ડિસ, હિન્રિક ક્લાસેન, અનિકેત વર્મા, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી અને (12મો પ્લેયર) ઝીશાન અન્સારી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અભિનવ મનોહર, સચિન બૅબી, સિમરજીત સિંહ, રાહુલ ચાહર, વિઆન મુલ્ડેર.