IPL 2025

વોશિંગ્ટન સુંદરની શાનદાર ઇનિંગ બાદ GT એ સુંદર પિચાઈને જવાબ કેમ આપ્યો? જાણો શું છે મામલો

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 19મી મેચ ગઈ કાલે રાત્રે સન રાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સાત વિકેટે શાનદાર જીત મળેવી, આ જીતમાં GTને કેપ્ટન શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar)એ મહત્વની ભૂમિકા ભજવી. વોશિંગ્ટન સુંદરે 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી, આ ઇનિંગ બાદ GTએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ(Google CEO Sundar Pichai)ની એક સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપ્યો છે.

SRH સામે 153 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલી GTની શરૂઆત ખરાબ રહી, GTએ માત્ર 16 રનમાં પહેલી બે વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ વોશિંગ્ટન સુંદરે શુભમન ગિલ સાથે મળીને 90 રનની પાર્ટનરશીપ કરી, આ પાર્ટનરશીપ GTની જીત માટે મહત્વપૂર્ણ રહી. વોશિંગ્ટન સુંદરે 49 રનની ઇનિંગ રમી, તે ફક્ત 1 રનથી પોતાની ફિફ્ટી ચૂકી ગયો, મોહમ્મદ શમીર સુંદરની વિકેટ લીધી.

SRH સામે મેચ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સે તેના ઓફિશિયલ X પેજ પરથી ગૂગલના CEO સુંદર પિચાઈની પોસ્ટનો જવાબ આપ્યો. સુંદર પિચાઈએ આ સિઝનમાં GT ની પહેલી મેચ પછી વોશિંગ્ટન સુંદર અંગે એક પોસ્ટ કરી હતી.

આ પણ વાંચો: હૈદરાબાદ માટે નિષ્ફળ ટૉપ-ઑર્ડર મોટી ચિંતા, ગુજરાત હૅટ-ટ્રિક વિજયની તલાશમાં…

શું છે મામલો?

ગઈ કાલે GTએ IPL 2025ની ચોથી મેચ રમી હતી, પરંતુ વોશિંગ્ટન સુંદરે IPL 2025 માં પોતાની પહેલી મેચ રમી હતી. સુંદર પંજાબ કિંગ્સ સામે ટીમની પહેલી મેચમાં રમ્યો ન હતો, એ સમયે એક X યુઝરે પોસ્ટ કરીને લખ્યું, “10 ટીમો હોવા છતાં, તેને કોઈ પણ IPL XI માં સ્થાન મળતું નથી, એવામાં ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓમાં વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કેમ કરવામાં આવે છે? તે એક રહસ્ય છે.”

આ પોસ્ટનો જવાબ આપતા સુંદર પિચાઈએ લખ્યું, “હું પણ એ જ વિચારી રહ્યો હતો.” ગઈ કાલની મેચમાં જીત બાદ ગતે સુંદર પિચાઈની પોસ્ટનો જવાબ આપ્યો છે. GTએ લખ્યું, “સુંદર આવ્યો અને સુંદર જીત્યો.” (Sundar came. Sundar conquered.)

IPLમાં વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન:

નોંધનીય છે કે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર 2017 થી IPL રમી રહ્યો છે, પરંતુ તે માત્ર 2 સીઝનમાં 10 થી વધુ મેચ રમી શક્યો છે. વોશિંગ્ટન સુંદરે IPLમાં કુલ 61 મેચ રમી છે. તેણે ફક્ત 2017 (11 મેચ) અને 2020 (15 મેચ) માં 10 થી વધુ મેચ રમી હતી, ગત સિઝનમાં તેણે ફક્ત 2 મેચ રમી હતી. સુંદરે IPLમાં 427 રન બનાવ્યા છે અને 37 વિકેટ લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button