RCB માટે 10 રૂપિયા ડોનેટ કરો, પોસ્ટ વાઈરલ થયા બાદ ફેન્સે કર્યું આ કામ

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ આઈપીએલમાં માત્ર બોલ-બેટ જ નહીં ફેન્સ પણ વિશેષ ભૂમિકા ભજવે છે. આઈપીએલની શરૂઆતથી અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સૌથી વધુ ચર્ચામાં રહેતી ફ્રેન્ચાઈઝી છે. ક્રિકેટની દુનિયાના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ આ ફ્રેન્ચાઈઝીમાં હોવા છતાં એકપણ વખત ખિતાબ જીતી શકી નથી.
આ દરમિયાન એક કન્ટેન્ટ ક્રિએટરની પોસ્ટ વાઈરલ થઈ છે. તેણે એક ક્યૂઆર કોડ પ્રિન્ટ કરાવ્યો છે અને તેના પેમેન્ટ એકાઉન્ટ સાથે લિંક કરાવ્યો છે. જેમાં તેણે આરસીબીના ગુડલક માટે 10 રૂપિયાનું દાન કરો તેમ લખ્યું છે. આ ક્યૂઆર કોડને દીવાલ, જાહેર સ્થળો, થાંભલા અને શેરીઓના ખૂણામાં લગાવવામાં આવ્યો છે. આરસીબીના ફેન્સે પોસ્ટ વાંચીને 10 રૂપિયા મોકલવાનું શરૂ કર્યું હતું. એક જ દિવસમાં આ ખાતામાં 1200 રૂપિયા અજાણ્યા લોકો દ્વારા જમા કરાવવામાં આવ્યા હતા. આ વીડિયોને 35 લાખથી વધુ વ્યૂ મળ્યા છે અને અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
આરસીબી આઈપીએલ 2025ના પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે છે. આરસીબી 10 મેચમાં 7 મેચ જીત્યું છે અને 3 હાર્યું છે. 14 પોઈન્ટ અને 0.521 નેટ રન રેટ છે. મુંબઈ પણ 14 પોઈન્ટ અને 1.274 નેટ રનરેટ સાથે પ્રથમ, ગુજરાત ટાઈટન્સ પણ 14 પોઇન્ટ અને 0.867 નેટ રનરેટ સાથે બીજા ક્રમે છે.
આ પણ વાંચો…પૃથ્વી શોએ પોતાની ‘ગર્લફ્રેન્ડ’ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, કોણ છે મિસ્ટ્રી ગર્લ?