ચેન્નઈની પ્રથમ બૅટિંગ, મ્હાત્રેએ ફટકાબાજી શરૂ કર્યા પછી તરત વિકેટ ગુમાવી

અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને ઇનિંગ્સ શરૂ થતાં જ સીએસકેના નવયુવાન ઓપનર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા આયુષ મ્હાત્રે (AYUSH MHATRE)એ ફટકાબાજી શરૂ કરી દીધી હતી.
17 વર્ષના મ્હાત્રેએ લેફ્ટ-આર્મ મિડિયમ પેસ બોલર અર્શદ ખાનની એક ઓવરમાં ત્રણ સિક્સર અને બે ફોરની મદદથી કુલ 28 રન ખડકી દીધા હતા. જોકે ચોથી ઓવર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની હતી જેના ચોથા બૉલમાં ચેન્નઈનો સ્કોર 44 રન હતો ત્યારે મોહમ્મદ સિરાજના હાથમાં મ્હાત્રે કૅચઆઉટ થયો હતો. મ્હાત્રેએ 17 બૉલમાં 34 રન કર્યા હતા.
આપણ વાંચો: ભારતનો ગુજરાતી ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં!
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી ચૂકેલો એમએસ ધોની આઇપીએલમાંથી પણ ગમે ત્યારે નિવૃત્ત થઈ શકે. એ જોતાં, આ તેની છેલ્લી મૅચ હોઈ શકે એવી ઘણાની ધારણા હશે.
ગુજરાતના 18 પૉઇન્ટ છે અને આ મૅચ જીતીને પ્લે-ઑફના ટૉપ-ટૂમાં આવી શકે. ચેન્નઈ માટે આ મૅચ નવા ટૅલન્ટેડ ખેલાડીઓને અજમાવવાની વધુ એક તક છે.
ચેન્નઈની ટીમમાં રવિચન્દ્ર અશ્વિનના સ્થાને દીપક હૂડાને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. ગુજરાતની ટીમમાં કૅગિસો રબાડાના સ્થાને જેરાલ્ડ કૉએટઝીને ફરી રમવાની તક અપાઈ હતી.
આપણ વાંચો: ચેન્નઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સનો વારો, શિખર ધવનની કેપ્ટનશિપ છીનવાશે?
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
ચેન્નઈઃ એમએસ ધોની (કૅપ્ટન, વિકેટકીપર), આયુષ મ્હાત્રે, ડેવૉન કૉન્વે, ઉર્વિલ પટેલ, રવીન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બે્રવિસ, શિવમ દુબે, દીપક હૂડા, નૂર અહમદ, અંશુલ કંબોજ અને ખલીલ અહમદ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ વિજય શંકર, આર. અશ્વિન, રામક્રિષ્ન ઘોષ, મથીશા પથિરાના, કમલેશ નાગરકોટી.
ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), શેરફેન રુધરફર્ડ, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, જેરાલ્ડ કૉએટઝી, આર. સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, અર્શદ ખાન અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ સાઇ સુદર્શન, અનુજ રાવત, વૉશિંગ્ટન સુંદર, મહિપાલ લૉમરૉર, ઇશાંત શર્મા.