
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ કાર્નિવલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ને હાલ સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઈના સૂત્રોના કહેવા પ્રમાણે, દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ છે, આ સ્થિતિમાં લીગ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, દેશમાં યુદ્ધ શરૂ હોય તેવા સમયે ક્રિકેટ રમાય તે સારું ન લાગે. ક્રિકેટર્સ, દર્શકો તથા રમત સાથે સંકળાયેલા તમામ લોકોના હિતને ધ્યાનાં રાખીને આ ટુર્નામેન્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલનો ફાઈનલ મુકાબલો 25 મેના રોજ રમાવાનો હતો.