KKR vs RR: અજિંક્ય રહાણેએ ટોસ જીતીને આ નિર્ણય લીધો, બંને ટીમોમાં મોટા ફેરફાર

કોલકાતા: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 આજે રવિવારે 2 મોટી મહત્વની મેચ રમાશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં રમાશે. પ્લેઓફ રમવાની આશા જીવંત રાખવા માટે KKR ને આજે કોઈપણ કિંમતે મેચ જીતવી પડશે, બીજી તરફ RR પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. KKR એ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. જ્યારે RR એ 3 ફેરફાર કર્યા છે
આપણ વાંચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11:
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (કેપ્ટન), કુણાલ સિંહ રાઠોડ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, યુદ્ધવીર સિંહ ચરક, આકાશ માધવાલ.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ-11:
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, મોઈન અલી, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા
આપણ વાંચો: પાકિસ્તાન સરકારે પોતાની જ ક્રિકેટ લીગને મુસીબતમાં મૂકી દીધી…જાણો, કેવી રીતે
આ સિઝનમાં બન્ને ટીમોનું પ્રદર્શન:
KKR આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી ચુકી છે. ટીમે ચાર મેચ જીતી છે અને પાંચ મેચ હારી છે. કોલકાતાની ટીમ હવે તેની બાકીની બધી મેચ જીતવી પડશે. રાજસ્થાન માટે આ સિઝન ખુબજ ખરાબ રહી છે, ટીમ અત્યાર સુધી 11માંથી માત્ર 3 મેચ જીતી શકી છે.
KKR vs RR હેડ ટૂ હેડ રેકોર્ડ:
IPL માં KKR એ અત્યાર સુધીમાં 15 વખત રાજસ્થાનને હરાવ્યું છે, જ્યારે RRએ KKRને 14 વખત કોલકાતાને હરાવ્યું છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે ગુવાહાટીમાં મેચ રમાઈ હતી, એ મેચ KKR એ મેચ સરળતાથી જીતી લીધી હતી.