IPL 2025

CSK એ ઋતુરાજની જગ્યાએ 17 વર્ષીય ખેલાડીને ટીમમાં સામેલ કર્યો, આવો રહ્યો છે રેકોર્ડ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં ખરાબ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ને એક મોટો ઝટકો લાગ્યો હતો. કોણીના ફ્રેક્ચરને કારણે ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ IPL સિઝનમાંથી બહાર થઇ ગયો (Ruturaj Gaikwad ruled out of IPL 2025) હતો, હવે દિગ્ગજ ખેલાડી એમએસ ધોની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. CSKએ ઋતુરાજનું રિપ્લેસમેન્ટ શોધી લીધું છે. થોડા દિવસો પહેલા, ટીમે કેટલાક યુવા ખેલાડીઓના ટ્રાયલ લીધા હતા, ત્યારબાદ ટીમે 17 વર્ષના આયુષ મ્હાત્રે(Ayush Mhatre)ને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં આયુષનો રેકોર્ડ:

આયુષને મ્હાત્રેને બે અઠવાડિયા પહેલા નેટમાં બેટિંગ ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યો હતો. આયુશે મુંબઈ માટે 9 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે બે સદી અને એક ફિફ્ટી ફટકારી છે. તેમણે 7 લિસ્ટ A મેચમાં મુંબઈનું પ્રતિનિધિત્વ પણ કર્યું, જેમાં તેણે વિજય હજારે ટ્રોફી દરમિયાન નાગાલેન્ડ સામે 181 અને સૌરાષ્ટ્ર સામે 148 રનની ઇનિંગ રમી હતી.

ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે:

અહેવાલ મુજબ, આયુષ હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી, તે આગામી થોડા દિવસોમાં ટીમમાં જોડાઈ શકે છે. નોંધનીય છે કે IPL ઓક્શનમાં મ્હાત્રેની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી, પરંતુ તેને કોઈએ ખરીદ્યો ન હતો. હવે ટૂંક સમયમાં CSK ટીમમાં જોડાશે, જોકે તે સ્પષ્ટ નથી કે તેને તાત્કાલિક ટીમમાં રમવાની તક મળશે કે નહીં.

આ પણ વાંચો: સમજદારીથી રમો અને પુષ્કળ રન બનાવો, મારે મોટી ભાગીદારીઓ જોઈએ છેઃ ધોની

પૃથ્વી શોને પસંદ ના કરાયો:

CSKએ આયુષ મ્હાત્રે ઉપરાંત ગુજરાતના ઉર્વિલ પટેલ અને ઉત્તર પ્રદેશના સલમાન નિજરને ટ્રાયલ માટે બોલાવ્યા હતા. IPL હરાજીમાં વેચાયા વિના રહેનાર પૃથ્વી શોને પણ બોલાવવામાં આવ્યો હતો, પરંતુ ટીમે આયુષને પસંદ કર્યો.

હાલમાં આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની સ્થિતિ ખરાબ છે. ટીમ એક જ મેચ જીતી શકી છે અને CSK પાસે 2 પોઈન્ટ છે. પહેલી મેચ જીત્યા બાદ, ટીમ સતત 5 મેચ હારી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button