World Cup-2023: સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા સાથે ટકરાશે આ ટીમ…
મુંબઈઃ વર્લ્ડકપ-2023ની વાત જ અલગ છે, કારણ કે ટીમ ઈન્ડિયા તમામ ટીમો પર ભારે પડી રહી છે. અત્યાર સુધી રમાયેલી 7-7 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પ્રવેશનારી પહેલી ટીમ બની ગઈ છે. ગુરુવારે વાનખેડે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકન ટીમને 302 રનથી પરાજિત કરી હતી. હવે વર્લ્ડકપની સેમિફાઈનલ મેચને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે અને એના વિશે જ આપણે અહીં વાત કરીશું.
સાતે-સાત મેચ જિતીને પણ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે સૌથી વધારે રનરેટને કારણે સાઉથ આફ્રિકાની ટીમ પહેલાં નંબરે છે. ભારત પાસે હાલમાં 14 પોઈન્ટ છે. વર્લ્ડકપ-2023ની સેમિફાઈનલ 15મી નવેમ્બરના મુંબઈમાં રમાશે અને સેમિફાઈનલમાં કુલ ચાર ટીમ હશે. ગઈકાલે મેચ જિતીને ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે એટલે હવે ટીમ ઈન્ડિયા કોની સામે સેમિફાઈનલ રમશે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે.
સેમિફાઈનલની વાત કરીએ તો સેમિફાઈનલમાં ભારત સાથે સંભવતઃ સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન એમ બીજી ત્રણ ટીમનો સમાવેશ થઈ શકે છે. વાત જ્યારે ટીમ ઈન્ડિયામાં સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે એની તો સેમિફાઈનલમાં ભારત પહેલી મેચ સાઉથ આફ્રિકા સાથે રમશે એવી પૂરીપૂરી શક્યતા છે.
ચાર ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાયા બાદ આખરે 19મી નવેમ્બરના ફાઈમલ રમાશે. આ વર્ષે વર્લ્ડકપની ફાઈનલ અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ-2023માં ટીમ ઈન્ડિયા એકદમ ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાનો આ ફોર્મ જોતાં ક્રિકેટપ્રેમીઓ આશા સેવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાને આ વખતે વર્લ્ડકપ જિતતા કોઈ જ રોકી શકે એમ નથી.