વર્લ્ડ કપ 2023: પાકિસ્તાન 46.4 ઓવરમાં ઓલઆઉટઃ આફ્રિકાને જીતવા 271નો ટાર્ગેટ

ચેન્નઈઃ અહીંના ચેપોક સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને બેટિંગ લીધી હતી. પ્રારંભમાં પાકિસ્તાનના ધબડકા પછી મિડલ ઓર્ડરના બેટર સારી રમત રમ્યા હતા, જેમાં સુકાની બાબર આઝમ, સૌદ શકીલ અને શાદાબ ખાનનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મિડલ ઓર્ડરની વિકેટ પડયા પછી તબક્કાવાર વિકેટ પડવાને કારણે પાકિસ્તાન પૂરી પચાસ રમી શક્યું નહોતું. 46.4 ઓવરમાં 270 રન બનાવ્યા હતા, જેથી આફ્રિકાને જીતવા માટે 271 રન કરવાના રહેશે.
ટોસ જીતીને પહેલી બેટિંગમાં આવેલી બાબર આઝમની ટીમના બેટરોએ શરુઆતમાં સસ્તામાં વિકેટો ગુમાવી હતી, જેમાં 20 રને સફિક (17 બોલમાં નવ રન કર્યા હતા)ની પહેલી વિકેટ પડી હતી, ત્યારબાદ બીજી ઈમામ ઉલ હક (અઢાર બોલમાં 12) અને ત્રીજી મહોમ્મદ રિઝવાન (27 બોલમાં 31 રન)ની વિકેટ પડી હતી. 129 રને (અહેમદ) ચોથી અને 141 રને પાંચમી વિકેટ પડી હતી. કેપ્ટન બાબર આઝમે 65 બોલમાં પચાસ રન કર્યા હતા.
પાંચમી વિકેટ પછી સૌદ સકીલ અને શાદાબ ખાને મજબૂત બેટિંગ કરી હતી. સકીલે બાવન બોલમાં બાવન રન અને સાદાબ ખાને 36 બોલમાં 43 રન કરીને આઉટ થયા હતા, પરંતુ તેને કારણે પાકિસ્તાન મજબૂત સ્કોર ભણી પહોંચ્યું હતું.
સાદાબ અને સકીલ આઉટ થયા પછી શાહીન આફ્રિદી બે રનના સામાન્ય સ્કોરે આઉટ થયો હતો, ત્યારબાદ મહોમ્મદ નવાઝની નવમી વિકેટ 268 રને પડી હતી. સામે પક્ષે દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી તાબ્રેઝ શ્મસી (ચાર) માર્કો જેન્સન (ત્રણ) સૌથી વધુ વિકેટ ઝડપી હતી, જ્યારે જીરાલ્ડ કોટજીએ બે વિકેટ લીધી હતી. દસમી વિકેટ મહોમ્મદ વસીમની વિકેટ ઝડપવામાં લુંગી નગિડિને સફળતા મળી હતી.