IPL 2024

નવું નામ અને નવી જર્સી આરસીબીનું ભાગ્ય પલટાવશે? આજે પહેલી અગ્નિપરીક્ષા

ચેન્નઈ: ઘણી વાર લોકો કહેતા હોય છે કે ‘નામ મેં ક્યા રખા હૈ’. જોકે કેટલાક માટે નામ સૌથી મહત્ત્વનું હોય છે અને એનાથી ભાગ્ય પલટાઈ શકે એવી તેમની માન્યતા હોય છે.

આરસીબીની જ વાત કરીએ. આજે ચેન્નઈમાં ચેપૉકના મેદાન પર ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામેના પ્રારંભિક મુકાબલામાં સૌની નજર આરસીબી પર વધુ રહેશે એના કેટલાક કારણો છે. સૌથી પહેલાં તો આપણે આરસીબીના ‘નવા નામકરણ’ અને નવી જર્સી વિશે ચર્ચા કરી લઈએ. અગાઉ આ ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) તરીકે ઓળખાતી હતી, પણ હવે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) તરીકે ઓળખાશે.

આપણ વાંચો: IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…

રૉયલ ચૅલેન્જર્સ એમના એમ જ છે, પણ બૅન્ગલોરને બદલે હવે શહેરના મૂળ નામ બેન્ગલૂરુનું નામ ટીમના નામ સાથે જોડાતાં આરસીબીના ભાગ્યમાં પલટો આવે છે કે નહીં એ જોવું રહ્યું, કારણકે આ ટીમ 16 વર્ષના આઇપીએલના ઇતિહાસમાં ક્યારેય ટાઇટલ નથી જીતી શકી. ત્રણ વાર (2009, 2011, 2016) આરસીબીની ટીમ ફાઇનલમાં પહોંચી છે, પણ હારી જતાં રનર-અપ રહી છે. બીજું, આ વખતે મહિલાઓની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં સ્મૃતિ મંધાનાના સુકાનમાં આરસીબીની ટીમ ચૅમ્પિયન બની હોવાથી હવે પુરુષોની આરસીબીએ ટાઇટલ જીતવાનો પડકાર ઝીલવાનો છે.

આઇપીએલની આરસીબી ટીમના ખેલાડીઓની અગાઉની જર્સી લાલ અને કાળા રંગની હતી, પણ હવે કાળા રંગની જગ્યાએ બ્લુ રંગ પસંદ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: IPL-2024: આ પાંચ ખેલાડીઓ આ વર્ષે RCBને પહેલી વખત ટાઈટલ જિતાડશે?

આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં આરસીબી અને સીએસકે વચ્ચે કુલ 31 મૅચ રમાઈ છે જેમાંથી સીએસકેના 20 વિજય સામે માત્ર 10 મૅચ આરસીબીએ જીતી હોવાથી આ અંતર ઘટાડવાનો પણ ફૅફ ડુ પ્લેસીની આરસીબીની ટીમ માટે મોટો પડકાર છે.

વિરાટ કોહલી બે મહિને પાછો રમવા આવ્યો છે એટલે તે ફરી અસલ ફૉર્મમાં જોવા મળશે કે ચેન્નઈનો કોઈ બોલર તેને સસ્તામાં પૅવિલિયન ભેગો કરી દેશે એ પણ જોવું રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button