ગઈકાલે શામીએ કરેલો એ ઈશારો કોની તરફ હતો?
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શામી ગઈકાલે શ્રીલંકન ટીમ માટે કાળ બનીને આવ્યો હતો અને તેણે પોતાની ઘાતક બોલિંગથી અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર શામીનો એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શામી કંઈક એવો ઈશારો કરે છે કે જેને જોઈને સૌકોઈ વિચારમાં પડી ગયા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાના જ ખેલાડીએ શામીના ઈશારા અંગે ખુલાસો કર્યો હતો.
આ મેચમાં છેલ્લી વિકેટ લઈને શામીએ બોલને માથા પર લગાવીને ડ્રેસિંગરૂમમાં ઈશારો કર્યો હતો. પરંતુ કોઈને સમજાયું જ નહોતું કે આ જેસ્ચર કોના માટે હતું અને શા માટે હતું? જોકે, મેચ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડી શુભમન ગિલે આ વાતનો ખુલાસો કર્યો હતો.
વાત જાણે એમ છે કે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને વર્લ્ડકપ-2023ની શરૂઆતની મેચમાં પ્લેઈંગ-11નો હિસ્સો નહોતો બનાવવામાં આવ્યો, પરંતુ હાર્દિક પંડ્યાની ઈજા બાદ શામીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને શામીએ પણ પોતાની પસંદગી યોગ્ય હોવાનું પોતાના ફોર્મથી સ્પષ્ટ કરી દીધું હતું.
શ્રીલંકા સામેની મેચમાં પાંચ વિકેટ લઈને અનેક રેકોર્ડ્સ પોતાના નામે કરી દીધા હતા અને પોતાની આ સિદ્ધિને અલગ રીતે સેલિબ્રેટ કરી હતી. શમીએ બોલને માથા પર લગાવીને ડ્રેસિંગરૂમ તરફ ઈશારો કર્યો હતો. આ બધા વચ્ચે શુભમન ગિલે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મોહમ્મહ શામીએ આ ગેસ્ચર કોચ પારસ મ્હામ્બ્રે માટે કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને એના પર કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ થઈ રહ્યો છે.