આઇપીએલમાં કઈ ચાર ટીમ પ્લે-ઑફ માટે સૌથી વધુ દાવેદાર? કોણે કેટલી મૅચ જીતવી પડે?

મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં એક પછી એક ધમાકેદાર મૅચ જોવા મળી રહી છે, નવા-નવા વિક્રમો બની રહ્યા છે અને મોટા ભાગની મૅચો રસાકસીભરી બની રહી છે. ટીમ-સ્કોર્સની સાથે વ્યક્તિગત સ્કોરમાં પણ નવા કીર્તિમાનો નોંધાઈ રહ્યા છે. બધાની નજર પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચના સ્થાને જોવા મળતી ટીમો (રાજસ્થાન, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નઈ) પર છે.
ખાસ કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ પર તેમ જ એના જેટલા જ પાંચ ટાઇટલ જીતનાર મુંબઈની ટીમના આ સીઝનમાંના ભાવિ પર પણ સૌની નજર છે. 2008ની સૌપ્રથમ ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સ હાલમાં 14 પૉઇન્ટ સાથે મોખરે છે. એકમાત્ર આ ટીમ છે જે એક જ મૅચ હારી છે. બીજી બાજુ, હાઈ-સ્કોરિંગની શહેનશાહ હૈદરાબાદની ટીમને પણ ઘણા ટ્રોફી માટે ફેવરિટ માને છે. કેટલાકના મતે કોલકાતા અને ચેન્નઈની ટીમ પણ ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે. પાંચમા સ્થાનની લખનઊની ટીમ પર કમબૅક કરીને ટૉપ-ફોરમાં આવી શકે એમ છે.
આપણ વાંચો: રાજસ્થાનનો પોવેલ કોલકાતાના સુનીલ નારાયણને કઈ વાતે મનાવી રહ્યો છે?
જોકે એક રીતે તો હાલમાં રાજસ્થાન, કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નઈની ટીમ ટાઇટલ માટે ફેવરિટ ગણી શકાય. ત્યાર પછીની ટીમોમાંથી કોઈ એક ટીમ જોરદાર કમબૅક કરીને ટૉપ-ફોરમાં (પ્લે-ઑફમાં) આવી જાય તો પણ નવાઈ નહીં.
સામાન્ય રીતે પ્લે-ઑફમાં પહોંચવા કુલ 16 કે વધુ પૉઇન્ટની જરૂર છે. બેન્ગલૂરુની ટીમ સ્પર્ધાની લગભગ બહાર થઈ ચૂકી છે. કોઈ ચમત્કાર જ એને કમબૅક અપાવી શકે.
અહીં પ્રસ્તુત તમામ આંકડા મંગળવારની ચેન્નઈ-લખનઊ મૅચ પહેલાંના છે.
(1) રાજસ્થાન રૉયલ્સ: પૉઇન્ટ-14, બાકીની મૅચ-6, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-1
(2) સનરાઇઝર્સ હૈદરાબાદ: પૉઇન્ટ-10, બાકીની મૅચ-7, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-3
(3) કોલકાતા નાઇટ રાઇડર્સ: પૉઇન્ટ-10, બાકીની મૅચ-7, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-3
(4) ચેન્નઈ સુપર કિંગ્સ: પૉઇન્ટ-8, બાકીની મૅચ-7, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-4
(5) લખનઊ સુપર જાયન્ટ્સ: પૉઇન્ટ-8, બાકીની મૅચ-7, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-4
(6) મુંબઈ ઇન્ડિયન્સ: પૉઇન્ટ-6, બાકીની મૅચ-6, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-5
(7) દિલ્હી કૅપિટલ્સ: પૉઇન્ટ-6, બાકીની મૅચ-6, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-5
(8) ગુજરાત ટાઇટન્સ: પૉઇન્ટ-8, બાકીની મૅચ-6, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-4
(9) પંજાબ કિંગ્સ: પૉઇન્ટ-4, બાકીની મૅચ-6, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-6
(10) રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ: પૉઇન્ટ-2, બાકીની મૅચ-6, પ્લે-ઑફ માટે અંદાજે જરૂરી વિજય-6