આવતીકાલે આ રેકોર્ડ કરશે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી?
લખનઊઃ વન-ડે વર્લ્ડકપ 2023માં આવતીકાલે લખનઊના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ પર ટીમ ઈન્ડિયા પોતાની છઠ્ઠી મેચ રમવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા અત્યારની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ સામે રમવા જઈ રહી છે. અત્યાર સુધી ભારતે પાંચે-પાંચ મેચ રમીને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
આ સાથે સાથે જ આવતીકાલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેની 100મી મેચ રમશે અને એને કારણે ટીમ ઈન્ડિયા પોતાના આ ફેવરેટ કેપ્ટનને છઠ્ઠી મેચમાં વિજય હાંસિલ કરીને સ્પેશિયલ ગિફ્ટ આપવા માટે ઉત્સુક છે એની સાથે સાથે જ રોહિત શર્મા પણ એક માઈલસ્ટોન પાર કરવાની તૈયારીમાં છે. વાત જાણે એમ છે કે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં પોતાના 18,000 રન પૂરા કરી શકે છે અને એ માટે તેને માત્ર 47 રનની જ જરૂર છે.
રોહિત શર્માએ ત્રણેય ફોર્મેટમાં મળીને અત્યાર સુધી 99 મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે. રોહિતના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાએ 73 મેચમાં જીત મેળવી છે જ્યારે 23 મેચમાં ટીમને હારનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની બે મેચ ટાય થઈ હતી.
રોહિતને 18,000 રન પૂરા કરવાની નજીક પહોંચી ગયો છે અને તેણે આવતીકાલે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 47 રન કરશે તો 18,000 ઈન્ટરનેશનલ રન પૂરી કરી લેશે. જોઈએ હવે તે પોતાનો આ રેકોર્ડ બ્રેક કરે છે કે નહીં?