ભારત-પાક મેચ પહેલા મહાકાલ મંદીરમાં વિશેષ પૂજા, ભારતના વિજય માટે પ્રાર્થના
ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતની જીત માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના પુજારીઓએ મંદિરના ગર્ભગૃહમાં મંત્રોચ્ચાર કરીને વિશેષ પૂજા કરી હતી અને ભારતીય ટીમની જીત માટે શુભેચ્છા પાઠવી હતી. પુજારીઓએ ભારત વર્લ્ડ કપ જીતે તેવી પ્રાર્થના પણ કરી હતી.
પૂજારીએ જણાવ્યું કે આજે ‘ક્રિકેટ વર્લ્ડ કપ 2023’માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ છે. આ મોટી મેચ ભારત માટે કોઈ ઉત્સવથી ઓછી નથી. જેમ દરેક તહેવારની શરૂઆત બાબા મહાકાલની પૂજાથી થાય છે, તેવી જ રીતે આજે મંદિરના તમામ પૂજારીઓએ ભારતીય ટીમની જીત માટે ભગવાન મહાકાલને પ્રાર્થના કરી છે.
તેમણે કહ્યું, ‘ભગવાન મહાકાલના આશીર્વાદથી ભારત આજની મેચમાં વિજયી બને અને ભારત વર્લ્ડ કપ 2023નો ખિતાબ પણ જીતે એવી કામના કરી હતી.’
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન મેચ રમાઈ રહી છે.