ચેન્નઈ: અહીં ચેપૉકમાં વરસાદની ઘટી ગયેલી સંભાવના વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના સુકાની શ્રેયસ ઐયરે સિક્કો ઉછાળ્યો હતો અને કમિન્સનો કૉલ ખરો હતો અને તેણે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
હૈદરાબાદની ટીમે ગઈ મૅચની ટીમમાંના અબ્દુલ સામદના સ્થાને શાહબાઝ અહમદને ઇલેવનમાં સમાવ્યો હતો. કોલકાતાએ ક્વૉલિફાયર-વનની જ ઇલેવન રીટેન કરી હતી.
આ પણ વાંચો: IPL 2024 KKR VS SRH: ઈડન ગાર્ડન્સમાં ક્લાસેનના કરન્ટ બાદ રસેલનું રાજ
કોલકાતાની ટીમ અગાઉ બે વાર અને હૈદરાબાદની ટીમ એક વાર ટાઇટલ જીતી છે. હૈદરાબાદની ટીમ અગાઉની નવમાંથી છ મૅચમાં પ્રથમ બૅટિંગ કર્યા પછી જીતી છે, જ્યારે કોલકાતાએ છેલ્લી જે ચાર મૅચમાં ટાર્ગેટ ચેઝ કર્યો એ ચારેય મૅચમાં વિજય મેળવ્યો હતો.
ટૉસ પછી બન્ને ટીમ રાષ્ટ્ર ગીત માટે મેદાન પર ઊતરી ત્યારે એકેએક ખેલાડીમાં બુલંદ જુસ્સો હતો.
યાદ રહે, ચાર દિવસ પહેલાંની ક્વૉલિફાયર-વનમાં કોલકાતાએ હૈદરાબાદને હરાવ્યું હતું.