ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલ હાલમાં એકદમ ફોર્મમાં છે અને તેના આ ફોર્મને કારણે જ તેને આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે. આ મુકામ હાંસિલ કરનાર ગિલ ચોથો ભારતીય ખેલાડી છે અને એની પહેલાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલીને આ માન મળી ચૂક્યું છે.
ગઈકાલે ગિલને આઈસીસી રેન્કિંગમાં નંબર વન જાહેર કરવામાં આવતા જ સારા તેંડુલકર એકદમ રાજીની રેડ થઈ ગઈ હતી અને તેણે સોશિયલ મીડિયા પર શુભમન ગિલ માટે ખાસ પોસ્ટ પણ શેર કરી હતી. એવું કહેવાય છે કે સારા અને શુભમન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આવો જોઈએ શું છે સારાની પોસ્ટમાં-
24 વર્ષની શુભમન ગિલ બુધવારે જાહેર કરવામાં આવેલી આઈસીસીની બેટ્સમેનોની તાજી રેન્કિંગમાં 830 રેટિંગ રેટ સાથે પહેલાં નંબરે આવી ગયો છે. ગિલે આ રેન્કિંગમાં પાકિસ્તાનના બાબર આઝમને પાછળ મૂકી દીધો હતો અને તે હવે 824 રેટિંગ સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. આ ખુશીના મોકા પર સારા તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શુભમન માટે ખાસ પોસ્ટ પણ શેર કરી છે.
સારાએ તેની પોસ્ટમાં શુભમન ગિલનો એક ફોટો પોસ્ટ કર્યો છે અને તેની ઉપર રેડ કલરના હાર્ટ સાથે શુભમન ગિલ વનડેનો નંબર બેટ્સમેન એવી કેપ્શન આપી છે. છેલ્લાં કેટલાય સમયથી શુભમન અને સારા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની વાતો સાંભળવા મળી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી સુધી આ મામલે ઓફિશિયલી કંઈ જ ખુલીને કહ્યું નથી.
શુભમન ગિલ હાલમાં વર્લ્ડકપમાં રમી રહ્યો છે અને મેચમાં જ્યારે પણ તે પીચ પર જોવા મળે છે ત્યારે સારા સારાના નારા લગાવે છે. સારાને પણ વર્લ્ડકપની અનેક મેચમાં સ્ટેડિયમમાં હાજર રહીને શુભમન અને ટીમ ઈન્ડિયાને ચીયરઅપ કરતી જોવા મળે છે.
એક સારાએ ખોલી બીજી સારાની પોલ….
સારા તેંડુલકર સિવાય શુભમનનું નામ બી-ટાઉનની એક્ટ્રેસ સારા અલી ખાન સાથે પણ જોડવામાં આવ્યું હતું અને સારા અલી ખાને આ હાલમાં જ કરણ જોહરના કોફી વિથ કરણ શોમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેણે શુભમન અને પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. કરણે જ્યારે સારાને પૂછ્યું કે તેના અને સારાના અફેયરની વાતો ઉડી રહી છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે. જેના જવાબમાં સારા અલી ખાને પોતાના રમુજી અંદાજમાં કહ્યું હતું કે સારા કા સારા દુનિયા ગલત સારા કે પીછે પડ ગયા હૈ… સારાના જવાબ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે સારા અલી ખાને શુભમન સાથેના સંબંધોને રદીયો આપ્યો હતો.