IPL 2024

મુંબઈને છગ્ગાનો ચમકારો બતાવનાર રબાડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 32 સિક્સર ફટકારી ચૂક્યો છે

મુલ્લાનપુર: મોહાલી નજીક મુલ્લાનપુરમાં ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને એ ટીમના જીવ અધ્ધર કરી દેનાર પંજાબ કિંગ્સના બૅટર્સમાં શશાંક સિંહ, આશુતોષ શર્મા તેમ જ હરપ્રીત બ્રારનો સમાવેશ તો હતો જ, અગિયારમા નંબરે રમવા આવેલા ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ પણ પરચો બતાવવામાં કંઈ બાકી નહોતું રાખ્યું.

ત્રણ સિક્સર, બે ફોરની મદદથી 41 રન બનાવનાર શશાંક સિંહને બુમરાહે શૉર્ટ મિડવિકેટ પરથી દોડી આવેલા તિલક વર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ પંજાબને જિતાડવાનું બીડું તેના સાથી બૅટર આશુતોષ શર્માએ ઉપાડ્યું હતું.

તે સાત સિક્સર, બે ફોરની મદદથી 61 રનના પોતાના સ્કોર પર કૉએટ્ઝીના બૉલમાં બાઉન્ડરી લાઇન પરથી દોડી આવેલા મોહમ્મદ નબીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ પછી હરપ્રીત બ્રારે પંજાબને વિજય અપાવવાનો પડકાર ઝીલી લીધો હતો.
19મી ઓવરમાં હાર્દિકે ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગ પર નબીને બ્રારનો કૅચ અપાવ્યો હતો એ સાથે પંજાબના પડકાર લગભગ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.

આપણ વાંચો: RR vs KKR Highlights: નારાયણનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ પાણીમાં, ઈડનમાં ‘Josh Butler’ બાદશાહ

જોકે બ્રારની વિકેટ વખતે પંજાબનો સ્કોર નવ વિકેટે 174 રન હતો, આઠ બૉલ બાકી હતા અને છેલ્લી વિકેટ બચાવીને પંજાબે 19 રન બનાવવાના હતા. રબાડા અને હર્ષલ પટેલ ક્રીઝમાં હતા. મુંબઈએ ફક્ત એક વિકેટ લેવાની હતી, પરંતુ રબાડા-હર્ષલે પણ મામલો થોડો રોમાંચક બનાવી દીધો હતો.

ખાસ વાત એ છે કે હાર્દિકે બ્રારને આઉટ કર્યો એ પછીના જ બૉલમાં રબાડાએ સિક્સર ફટકારીને બધાને વિચારતા કરી દીધા હતા. ત્યાર બાદ સિંગલમાં બે રન મળ્યા બાદ આકાશ મઢવાલની 20મી ઓવરની શરૂઆતના વાઇડ પછી પહેલા બૉલમાં રબાડાને નબી/કિશને રનઆઉટ કરી દીધો એટલે દિલધડક જીત મુંબઈની તરફેણમાં આવી ગઈ હતી, પણ રબાડા થોડુંઘણું હિટિંગ કરી શકે છે એની ઘણાને ખબર નહીં હોય.

28 વર્ષનો રબાડા માત્ર રાઇટ-આર્મ ફાસ્ટ બોલર છે અને ઑલરાઉન્ડર નથી. એટલે કે બૅટિંગમાં તેના પર સાઉથ આફ્રિકાની કે બીજી કોઈ લીગ ટીમ મદાર નથી રાખતી હોતી, પણ નવાઈની વાત એ છે કે રબાડા ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કુલ 32 સિક્સર ફટકારી ચૂક્યો છે. 62 ટેસ્ટમાં તેણે 16 સિક્સર, 101 વન-ડેમાં 11 સિક્સર અને 56 ટી-20માં પાંચ છગ્ગા ફટકાર્યા છે. એ તો ઠીક, પણ આઇપીએલ સહિતની લીગ ટૂર્નામેન્ટોમાં રબાડાના નામે 14 સિક્સર છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker