ટ્રોફી લઈને ઓસ્ટ્રેલિયા એરપોર્ટ પર પહોંચ્યો પેટ કમિન્સ અને થયું કંઈક એવું કે…
નવી દિલ્હી: વર્લ્ડકપ-2023માં ભારતને છ વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાને પરાજિત કરાવીને ઓસ્ટ્રેલિયન ટીમ પાછી પોતાના દેશ પહોંચી ગઈ છે અને એરપોર્ટ પર પહોંચતાં જ ટીમના કેપ્ટન કમિન્સ સાથે જે વર્તણૂંક કરવામાં આવી છે એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે વર્લ્ડકપ-2023માં સતત છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બન્યા બાદ ટીમના કેપ્ટન પેટ કમિંસ જ્યારે પોતાના દેશ પાછો ફર્યો હતો ત્યારે એરપોર્ટ પર ગણ્યા ગાંઠ્યા પત્રકારો અને ફોટોગ્રાફર હાજર હતા અને કમિન્સને જોઈને પણ તેને મળવા કે તેની સાથે ફોટો પડાવવા માટે કોઈ પણ પ્રકારની પડાપડી કે કંઈ જ જોવા મળી નહોતી.
કમિન્સનો ઓસ્ટ્રેલિયા એરપોર્ટ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. લોકો આ પ્રકારનું સ્વાગત જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. વતન પહોંચ્યા બાદ કમિન્સના આ ઠંડા સ્વાગતને કારણે લોકો જાત-જાતની પ્રક્રિયા જોવા મળી રહી છે.
આ વીડિયો પર અમુક લોકો એવી ટિપ્પણી પણ કરી રહ્યા છે કે આ ઓસ્ટ્રેલિયાનું કલ્ચર છે, તો વળી અમુક લોકોનું એવું પણ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાનું કલ્ચર છે અને જીત એ તેમની આદત છે. ઓસ્ટ્રેલિયાના લોકો રમતને માત્રા રમત તરીકે જ જુએ છે.
સોશિયલ મીડિયા પર કમિંસના ઓસ્ટ્રેલિયા પહોંચવાનો વીડિયો શેર કરીને એક યુઝર્સે લખ્યું છે કે પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા એરપોર્ટ પર પહોંચ્યો તો અમુક સ્પોર્ટ્સ જર્નલિસ્ટ તેમનો ફોટો ખેંચી રહ્યા હતા, રેગ્યુલર પેસેન્જર પણ પોતાના કામમાં પડ્યા છે. આનાથી વધારે લોકો તો અહીં જેસીબીથી ખોદકામ ચાલતું હોય, એ જોવા માટે ઊભા રહી જાય છે.
આ વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે ભારતીયોએ પણ ક્રિકેટરોને આ જ રીતે ટ્રીટ કરવાનું શિખવું જોઈએ. જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે સર આ લોકો માટે વર્લ્ડકપ જિતવો એ કંઈ અલગ વાત નથી એટલે લોકોનું આવું વલણ ખૂબ જ સહજ છે.