NED vs AFG: અફઘાનિસ્તાન સામે નેધરલેન્ડેને નામે નોંધાયો આ રેકોર્ડ
લખનઊઃ આઈસીસી વર્લ્ડ કપ 2023ની 34મી મેચ નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં અફઘાની સ્પિનરની કમાલને કારણે 46.3 ઓવરમાં ઓલઆઉટ થયું હતું. નેધરલેન્ડ સામે જીતવા અફઘાનિસ્તાનને 180 રનનો સ્કોર છે, પરંતુ આજની મેચમાં નેધરલેન્ડે સૌથી મોટું બ્લન્ડર કર્યું હતું. આ વન-ડે ક્રિકેટમાં ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી.
આજની અહીંના ઈકાના સ્ટેડિયમમાં નેધરલેન્ડે ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો, જેમાં પહેલી વિકેટ ત્રણ રનના સ્કોરે પડી હતી. વેસ્લે બારસેએ ચાર બોલમાં એક રનના સ્કોરે રહેમાને એલબીડબ્લ્યુથી આઉટ કર્યો હતો, પરંતુ ત્યારપછી બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી વિકેટ કોઈ બોલરે નહીં, પરંતુ ચારેય બેટર રન આઉટ થયા હતા.
બીજી વિકેટના સ્વરુપે મેક્સ ઓડોડે 40 બોલમાં 42 રન કર્યા હતા, પરંતુ તેને અઝમતુલ્લા ઓમરઝાઈએ રન આઉટ કર્યો હતો. કોલિન એકરમનને પણ રાશિદ ખાને રન આઉટ કર્યો હતો. કોલિન 35 બોલમાં 29 રન કર્યા હતા, ત્યારબાદ સાયબ્રાન્ડ એન્જલબ્રેચે 86 બોલમાં 58 રન કર્યા હતા, પરંતુ કમનસીબે તેને પણ મહોમ્મદ નબીએ રન આઉટ કર્યો હતો. એન્જલબ્રેચના સિવાય સુકાની સ્કોટ એડવર્ડને પણ ઈકરામ અલિખિલે રનઆઉટ કર્યો હતો. પાંચમાંથી ચાર બેટર રનઆઉટ થવાનો શરમજનક રેકોર્ડ નેધરલેન્ડના નામે નોંધાયો છે.
ત્યારબાદ નેધરલેન્ડની તબક્કાવાર વિકેટો પડી હતી, જેમાં 113 રને છઠ્ઠી, 134 રને સાતમી, 152 રને આઠમી, 169 રને નવમી અને 46.3 ઓવરમાં 179 રને દસમી વિકેટ પડી હતી. નેધરલેન્ડ સામે જીતવા માટે અફઘાનિસ્તાનને 180 રનનો સામાન્ય સ્કોર કરવાનો છે, જેમાં સૌથી વધુ રન એન્જલબ્રેચે કર્યા હતા.
આ બંને દેશ (નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન) માટે સેમિફાઇનલના દરવાજા હજુ બંધ થયા નથી. અફઘાનિસ્તાન 6 મેચમાં 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા અને નેધરલેન્ડ 6 મેચમાં 2 જીત સાથે આઠમા સ્થાને છે. આવી સ્થિતિમાં બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે.