આઈપીએલ મુદ્દે મિશેલ સ્ટાર્કનું સૌથી મોટું નિવેદન, મને કોઈ અફસોસ નથી… | મુંબઈ સમાચાર

આઈપીએલ મુદ્દે મિશેલ સ્ટાર્કનું સૌથી મોટું નિવેદન, મને કોઈ અફસોસ નથી…

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ઇન્ડિયન પ્રિમિયરને લઇને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં સ્ટાર્કે હંમેશા ફ્રેન્ચાઇઝી લીગ કરતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને વધુ મહત્વ આપ્યું છે. જો કે, હવે તે લગભગ 8 વર્ષના ગાળા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. જોકે, સ્ટાર્કને આટલા વર્ષો સુધી આઈપીએલથી દૂર રહેવાનો અફસોસ નથી.

સ્ટાર્કે સ્વીકાર્યું હતું કે તેણે ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પ્રાથમિકતા આપવા માટે આકર્ષક આઇપીએલની ઓફરોને ઠુકરાવી દીધી હતી, જેના કારણે તેને તેની રમત સુધારવામાં મદદ મળી હતી. ગયા અઠવાડિયે યોજાયેલી હરાજીમાં બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24 કરોડ 75 લાખ રૂપિયામાં જોડ્યો હતો. હવે 2015 પછી આ પ્રથમ વખત છે જ્યારે સ્ટાર્ક આઇપીએલનો ભાગ બનશે.

સ્ટાર્કે કહ્યું હતું કે આઇપીએલ દરમિયાનના બ્રેકથી તેને ફ્રેશ થવામાં અને આંતરરાષ્ટ્રીય મેચો માટે ફિટ રહેવામાં મદદ મળી. મેં હંમેશા ક્રિકેટથી દૂર પત્ની એલિસા અથવા પરિવાર સાથે સમય વિતાવ્યો છે. ફિટ રહો અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે તૈયાર રહો.

મને લાગે છે કે તેનાથી મારા ટેસ્ટ ક્રિકેટમાં ચોક્કસપણે મદદ મળી છે. પૈસા હંમેશા સારા હોય છે અને તે ચોક્કસપણે આ વર્ષે પણ હતા, પરંતુ મેં હંમેશા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પ્રાથમિકતા આપી છે અને મને લાગે છે કે તેનાથી મારી રમતને મદદ મળી છે.

Back to top button