IPL 2024: પથિરાના ધોનીને પગે લાગ્યો હતો કે નહીં, વાઈરલ વીડિયોનું રહસ્ય શું?

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2024)માં ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં બોલર પથિરાના એમએસ ધોનીને પગે લાગી રહ્યો હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો, જો કે બાદમાં અન્ય એક વીડિયોમાં સચ્ચાઈ સામે આવી છે.
26 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે એક મેચ રમવામાં આવી હતી, જેમાં બેટ્સમેન્સ અને બોલરોના જોરદાર પ્રદર્શનને પગલે ચેન્નઈ સુપર કિંગ્સને 63 રનથી વિજય મળી હતી. આ મેચ બાદ જ એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં સીએસકેના પૂર્વ કેપ્ટન ધોની અને યુવા બોલર મથીશા પથિરાના જોવા મળ્યા હતા.
આપણ વાંચો: 3.80 કરોડ રૂપિયાવાળા રિયાન પરાગની પાવરફુલ ફટકાબાજીનું શું રહસ્ય હતું, જાણો છો?
વાઈરલ વીડિયામાં પથિરાના નીચે ઝૂકતા જોવા મળ્યો હતો, જેથી લોકોએ દાવો કર્યો હતો કે પથિરાના ધોનીને પગે પડી આશીર્વાદ લઈ રહ્યો છે, જ્યારે આ વીડિયો ખૂબ વાઈરલ થયો હતો. જોકે હવે આ વીડિયોની સચ્ચાઈ કંઈક જુદી જ હતી. અને હવે સોશિયલ મીડિયા પર આનો બીજો એંગલ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પથિરાના એમએસ ધોનીને પગે નથી પડી રહ્યો પણ એ તો ધોનીના પગ નજીક પડેલું તેનું બોલિંગનું માર્કર ઊઠાવ્યું હતું.
આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સએ પોતાને નામ કરી હતી. પહેલા દાવ રમતા રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નઈએ છ વિકેટ પર 206 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ માત્ર 23 બોલમાં 51 રન બનાવ્યા હતા. ઓપનર રચિન રવિન્દ્રએ 20 બોલમાં 46 રનોનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ગુજરાતની ટીમ માત્ર 143 રન જ કરી શકી હતી.
સાઈ સુદર્શને સૌથી વધુ રન 37 બનાવ્યા પણ વધુ રમી શક્યો ન હતો. તેણે 31 બોલ રમીને માત્ર ત્રણ ચોકા માર્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં રનોની દ્રષ્ટિએ ગુજરાત ટાઈટ્ન્સની આ સૌથી મોટી હાર હતી.