IPL 2024સ્પોર્ટસ

IPL-2024- DC Vs MI: વેડફાઈ ગઈ Hardik Pandya, Tilak Vermaની તોફાની ઈનિંગ, દસ રનથી હાર્યું મુંબઈ…

Delhi Capitals (DC) Vs Mumbai Indians (MI) વચ્ચેની મેચમાં MI 258 રનના ટાર્ગેટની સામે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 247 રન જ બનાવી શકી હતી અને Rishabh Pantની કેપ્ટનશિપ હેઠળની DC 10 રનથી જિતી ગઈ હતી.
અહીંયા તમારી જાણ માટે કે અત્યાર સુધીમાં DC 10 મેચ રમી છે અને એમાંથી 10 મેચમાં જિત હાંસિલ કરી છે. જ્યારે MI 9માંથી 6 મેચ જિતી છે અને ત્રણ મેચમાં એને હારનો સામનો કરવો પડ્યો છે. આજની આ હાર બાદ MIની પ્લે ઓફમાં આવવાની આશાઓને જોરદાર આંચકો લાગ્યો છે.

MI માટે તિલક વર્માએ 32 બોલમાં 63 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા 24 બોલમાં 46 બોલની તૂફાની ઈનિંગ રમ્યો હતો. આ ઉપરાંત ટિમ ડેવિડે 17 બોલમાં 37 પન બનાવીને ટીમ માટે સારો સ્કોર બનાવ્યો હતો.

આપણ વાંચો: એકાનામાં ધોનીના દિવાના થયા ફેન્સ, આ રીતે તેમણે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો

DCના બોલર્સની વાત કરીએ તો મુકેશ કુમાર અને રાસિખ ડર સલામ સૌથી સક્સેસફૂલ બોલર રહ્યો હતો. બંને બોલરે 3-3 વિકેટ લઈને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા અને આ સિવાય ખલીલ અહેમદે 2 વિકેટ પોતાના ખાતામાં જમા કરી હતી.

આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જિતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલાં બેટિંગ કરવા મેદાન પર આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મુંબઈ ઈન્ડિયન્સને 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સ માટે જેક ફ્રેઝર મેકગર્ગે સૌથી વધુ રન બનાવીને 27 બોલ પર 84 રન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button