IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ સામે ક્લાસેન સાથે તેની દીકરીએ દિલ જીત્યું, જાણો કઈ રીતે?

હૈદરાબાદઃ લોકસભાની ચૂંટણી સાથે અત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની મેચની ચારેબાજુ ચર્ચા છે. ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચમાં મુંબઈ હારી ગયું હતું, પરંતુ આ મેચે નવા વિક્રમો બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમમાં શાનદાર પ્રદર્શન કરનારા હેનરિક ક્લાસેનની ધમાકેદાર બેટિંગ કરીને મુંબઈ ઈન્ડિયન્સના હોશ ઉડાવી દીધા હતા, પરંતુ આ ક્લાસેનને પ્રોત્સાહન આપનાર 14 મહિનાની દીકરીએ લોકોનું દિલ જીતી લીધું હતું.
સનરાઈઝર્સ હૈદરાબાદના વિકેટકિપર કમ બેટર ક્લાસેને 34 બોલમાં ચાર ચોગ્ગા અને સાત સિક્સરની મદદથી નોટઆઉટ રહીને 80 રન બનાવ્યા હતા, જેની મદદથી હૈદરાબાદ 20 ઓવરમાં ત્રણ વિકેટે 277 રન બનાવ્યા હતા. હેનરી ક્લાસેને પોતાની 34 બૉલની તોફાની ઇનિંગમાં 235.29ની સ્ટ્રાઇક રેટ સાથે નોટ આઉટ રહીને 80 રન ફટકાર્યા હતા.
આપણ વાંચો: IPL-2024માં હાર્દિક પંડ્યાને લઈને આવી આ મહત્ત્વની અપડેટ…
ક્લાસેન અને માર્કરમ વચ્ચે ચોથી વિકેટ માટે 116 રનની ભાગેદારી નોંધાવી હતી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર હતો. આ અગાઉ આરસીબીએ પાંચ વિકેટે 263 રનનો સ્કોર બનાવ્યો હતો.
ક્લાસેનના શાનદાર પ્રદર્શનને કારણે ઓરેન્જ કેપ મળી હતી, પરંતુ ડેડીને પ્રોત્સાહન આપનારી દીકરી ચર્ચાનું કારણ બની હતી. એક પછી એક સિક્સર મારનાર ક્લાસેનને દીકરી લાયા પણ મેદાનની બહાર પ્રોત્સાહન આપતી જોવા મળી હતી. સનરાઈઝર હૈદરાબાદે ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પરથી એક મસ્ત પોસ્ટ પણ લખી હતી, જેમાં દીકરી લાયા સનરાઈઝરના ઝંડા સાથે ડેડીને ચિયર કરતી જોવા મળી હતી.

સનરાઈઝરની ક્લિપ સિવાય સોશિયલ મીડિયા પર ક્લાસેનની ધમાકેદાર બેટિંગ સાથે દીકરીના ઝંડાવાળા ફોટોગ્રાફ પણ વાઈરલ થયા હતા, જ્યારે અનેક યૂઝરે ક્લાસેન સાથે તેની દીકરીની પ્રશંસા કરી હતી. અમુક યુઝરે લખ્યું હતું કે સો બ્યુટીફુલ, સો સ્વીટ, જ્યારે અનેક યૂઝરે લખ્યું હતું કે દીકરીએ દિલ જીતી લીધું.
અહીં એ જણાવવાનું કે બુધવારે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હરાવીને આઈપીએલના ઈતિહાસમાં ડઝનથી વધુ નવા વિક્રમો રચ્યા હતા.