
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડકપની શરૂઆતની મેચથી જ ઈજાને કારણે બહાર થઈ ગયો હતો અને હવે આ હાર્દિકની હેલ્થને લઈને ખૂબ જ મહત્ત્વનું અપડેટ સામે આવી રહ્યું છે. આ સમાચાર જાણીને કદાચ હાર્દિકના ફેન્સ નિરાશ થઈ શકે છે.
વર્લ્ડકપ-2023 બાદ હાર્દિક ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T-20i સિરીઝથી અને ફરી સાઉથ આફ્રિકાની ટૂરમાંથી પણ હાર્દિક પંડ્યા બહાર રહ્યો હતો અને હવે ફરી એક વખત હાર્દિક પંડ્યાની હેલ્થને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને આ અપડેટ થોડું ડરામણું છે.
હવે મળી રહેલી તાજી માહિતી અનુસાર IPL-2024 સુધી પણ તેનું કમબેક અઘરું લાગી રહ્યું છે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની આશાઓ પર પાણી ફરી શકે છે.
હાર્દિકની ફિટનેસના લેટેસ્ટ રિપોર્ટની વાત કરીએ તો તે અફઘાનિસ્તાન સામેની સિરીઝની સાથે સાથે જ IPLમાં પણ રમશે કે નહીં એ હજી સુધી કહી શકાય એમ નથી. આ હેલ્થ અપડેટને કારણે હાર્દિકના ફેન્સને આંચકો લાગી શકે એમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે BCCI પણ હાર્દિકને મેદાન પર ઉતારવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા માગતી નથી અને આ જ કારણસર કદાચ હાર્દિક જ્યાં સુધી પરફેક્ટલી ફિટ ના થાય ત્યાં સુધી ફેન્સ તેને મેદાન પર રમતો નહીં જોઈ શકે.