આઈપીએલ ઓક્શનમાં થઈ મોટી ભૂલ, આરસીબીને પડ્યો મોટો ફટકો
દુબઈઃ આઈપીએલળ 2024 માટે મિનિ ઓક્શન આજે દુબઈમાં યોજવામાં આવ્યું હતું. આ વખતે સૌથી પહેલી વખત મહિલા ઓક્શનર જોવા મળી હતી. મલ્લિકા સાગર નામની મહિલાએ ઓક્શનની પ્રક્રિયા દરમિયાન સૌથી મોટી ભૂલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે તેનું નુકસાન આરસીબી (રોયલ ચેલેન્જર્સને)ને થયું હતું.
મલ્લિકા સાગરની એક ભૂલને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 20 લાખ રુપિયાનું નુકસાન થયું હતું. એની ભૂલ એ વખતે થઈ હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બોલર અલ્જારી જોસેફને લઈ બોલી લગાવવામાં આવી હતી. અલ્જારી જોસેફનો બેસ પ્રાઈસ એક કરોડ રુપિયા હતો, જ્યારે આરસીબીએ તેને 11.50 કરોડ રુપિયાની બોલીમાં ખરીદ્યો હતો.
જોસેફ 11.50 કરોડની સાથે આઈપીએલમાં વેસ્ટ ઈન્ડિઝના બીજા નંબરનો સૌથી મોંઘો ક્રિકેટર બન્યો હતો, જ્યારે તેનાથી આગળ નિકોલસ પુરન છે, જેને સનરાઈઝર્સ હૈદરાબાદથી આઈપીએલ 2023માં 16 કરોડમાં મળ્યો હતો.
જોસેફ પરની બોલી લગાવવાની શરુઆત ચેન્નઈ સુપર કિંગ્સે કરી હતી, જ્યારે તેની ટક્કર દિલ્હી કેપિટલ્સ સાથે થઈ હતી, જેમાં ત્રણ કરોડ રુપિયા સુધી બોલી પહોંચી ત્યારે ચેન્નઈની ટીમ હટી ગઈ હતી. પણ લખનઊ સુપર જાયન્ટસ અને આરસીબીની એન્ટ્રી થઈ હતી. આ બધાની બોલી ચાલુ હતી, જે 6.40 કરોડ રુપિયા સુધી આવ્યા પછી રોકવામાં આવી હતી.
એ જ વખતે મલ્લિકાથી સૌથી મોટી ભૂલ થઈ હતી, જ્યાં થોડા સમય માટે બોલી રોકાયા પછી ફરી એક વખત આરસીબીએ પેડલ ઉઠાવીને બોલી લગાવવાનું શરુ કર્યું હતું. મલ્લિકાને આગામી બોલીમાં 6.60 કરોડની બોલવાની હતી, પરંતુ તેને 6.80 કરોડની બોલી લગાવી હતી. ત્યાંથી બોલી ચાલતી રહી હતી, જે 11.50 કરોડમાં રોકાઈ હતી.
આરસીબીએ જોસેફને ખરીદ્યો હતો, પરંતુ 20 લાખ રુપિયાનું નુકસાન થયું હતું. આઈપીએલની ઓક્સનમાં આ પ્રકારની ભૂલો ભૂતકાળમાં જોવા મળી છે. જોસેફ આ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વતીથી રમી ચૂક્યો છે.