IPL 2024

ટિકીટ ખર્ચીને સ્ટેડિયમમાં મેચ જોનારા દર્શકોને BCCIએ આપ્યા રાહતના સમાચાર

વર્લ્ડ કપ 2023ની આજથી શરૂઆત થઇ ગઇ છે. જો કે હાલ દેશભરમાં મિક્સ સીઝન ચાલી રહી છે. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ગરમી અને બફારાનો માહોલ છે ત્યારે BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આખા દેશમાં જ્યાં પણ વર્લ્ડ કપની મેચ યોજાઇ રહી છે તે તમામ સ્ટેડિયમમાં પીવાના પાણી નિ:શુલ્ક અપાશે.

આજે અમદાવાદમાં ઓપનિંગ મેચ શરૂ થાય તે પહેલા જ BCCI સેક્રેટરી જય શાહે X પર જાહેરાત કરી હતી કે સંપૂર્ણ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે બિલકુલ નિઃશુલ્ક રહેશે.

જય શાહે એક ટ્વીટમાં લખ્યું હતું કે હું આ જાહેરાત કરવામાં ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું કે અમે સમગ્ર ભારતમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવી રહેલા દર્શકો માટે ફ્રીમાં મિનરલ વોટર ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હાઇડ્રેટેડ રહો અને ગેમ એન્જોય કરતા રહો. આવો, વર્લ્ડ કપને યાદગાર બનાવીએ.

46 દિવસ સુધી ચાલનારા વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ ભાગ લઇ રહી છે. 10 વિવિધ શહેરોમાં કુલ 48 મેચ યોજાશે. પ્રથમ સ્ટેજમાં રાઉન્ડ રોબિન પેટર્ન અંતર્ગત દરેક ટીમ અન્ય 9 ટીમ સાથે એક એક મેછ રમશે. ત્યારબાદ ટોપ 4 ટીમ સેમી ફાઇનલમાં એન્ટ્રી કરશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button