Virat Kohli આઉટ થતાં કેમ ખુશ થઈ Anushka Sharma થઈ ખુશ? વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર

Virat Kohli આઉટ થતાં કેમ ખુશ થઈ Anushka Sharma થઈ ખુશ? વીડિયો થયો વાઈરલ…

IPL-2024ની આ સિઝન ખૂબ જ ખાસ રહી છે, કારણ કે આ સિઝનમાં દરેક મેચમાં એક પછી એક સરસ મજાના રેકોર્ડ બની રહ્યા છે. એમાં પણ વાત કરીએ RCBના Ex Captain Virat Kohliની તો તેણે આ સિઝનનાં રનનો વરસાદ વરસાવ્યો છે અને આવું જ કંઈક તે ગઈકાલે Delhi Capitals સામેની મેચમાં પણ કરતો જોવા મળ્યો હતો.

જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર Anushka Sharmaનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં Virat Kohli આઉટ થયા બાદ Anushka Sharmaનું રિએક્શન જોવા મળી રહ્યું છે. કોહલીએ ગઈકાલની મેચમાં આવતા જ ત્રણ સિક્સ અને એક ફોર ફટકાર્યો હતો, પણ તે લાંબો સમય સુધી પીચ પર ટકી શક્યો નહીં. 13 બોલમાં 27 રન બનાવીને વિરાટ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

આપણ વાંચો: 18 રન બનાવીને Virat Kohliએ રચ્યો ઈતિહાસ, પાછળ છોડી દીધા આ દિગ્ગજ ખેલાડીઓને…

આ મેચ જોવા માટે બોલીવૂડ એક્ટ્રેસ તેમ જ કોહલીની પત્ની Anushka Sharma પણ સ્ટેડિયમ પહોંચી હતી પણ તેમ છતાં કંઈ મેજિક કામ નહીં આવ્યું અને કોહલી સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પહોંચી ગયો હતો. કોહલીના આઉટ થયા બાદ અનુષ્કાએ આપેલું રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ આખરે એવું તે શું રિએક્ટ કર્યું અનુષ્કાએ…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલીના આઉટ થયા બાદ પણ અનુષ્કાના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને તે જોરજોરથી તાળીઓ વગાડી રહી છે. હવે જો તમે એવું વિચારી રહ્યા છો કે વિરાટ કોહલીના આઉટ થયા બાદ અનુષ્કા શર્મા ખુશી થઈ રહી છે? તો એવું નથી ભાઈસાબ.

એમાં થયું એવું હતું કે કોહલીની વિકેટ પડ્યા બાદ બેટિંગ કરી રહેલાં રજત પાટીદારનો કેચ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ ડ્રોપ કરી દીધો હતો જેને કારણે અનુષ્કા શર્મા એકદમ ખુશ થઈ ગઈ હતી. પાટીદારે પણ અનુષ્કા અને પોતાની ટીમને નિરાશ નહીં કર્યા અને આ જીવતદાનનો ફાયદો ઉઠાવીને આ સિઝનમાં પોતાની પાંચમી હાફ સેન્ચ્યુરી ફટકારી હતી.

Back to top button