કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ( KKR vs SRH) વચ્ચે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં SRHને હરાવી KKRની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ મેચમાં એક નિર્ણય પર કાવ્યા મારનની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
પ્રથમ ક્વોલિફાયર મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી SRHની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. KKRએ આસાનીથી આ મેચજીતી લીધી હતી. આ મેચ જીતીને KKR હવે ફાઇનલમાં પહોંચી ગયું છે. જ્યારે આ હાર બાદ SRH 24મી મેના રોજ ક્વોલિફાયર-2 રમશે.
જોકે, મેચ દરમિયાન એક વિવાદ પણ જોવા મળ્યોહતો. સમગ્ર મેચ દરમિયાન SRHની ટીમની માલિક કાવ્યા મારન તેની ટીમનું મનોબળ વધારતી જોવા મળી હતી, જોકે, મેચ દરમિયાન કાવ્યા એમ્પાયરના એક નિર્ણયથી ગુસ્સે પણ થઇ ગઇ હતી. કાવ્યાની એક પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. થર્ડ અમ્પાયરનો નિર્ણય જોઈને કાવ્યાની આ પ્રતિક્રિયા આવી.
મેચ દરમિયાન ભુવનેશ્વર કુમાર તેની બીજી ઓવરનો પહેલો બોલ ફેંકી રહ્યોહતો. બોલ લેગ સ્ટમ્પ તરફ ગયો. નારાયણે તેને બાઉન્ડ્રી પર મોકલવાની કોશિશ કરી પણ તે ચૂકી ગયો. SRHની ટીમે LBWની અપીલ કરી, પણ અમ્પાયરે તેને આઉટ નહીં આપ્યો. SRHની ટીમે DRS લીધું, પણ થર્ડ અમ્પાયરે પણ જોયું કે બોલ લેગ સ્ચમ્પની બહાર જતો હતો અને તેમણે પણ મેદાન પર હાજર અમ્પાયરના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
આ દરમિયાન કાવ્યા મારન એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ખેલાડી આઉટ થઈ ગયો હતો. તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તેની પ્રતિક્રિયા ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ.
SRH એ 160 રનનું મધ્યમ લક્ષ્ય રાખ્યું હતું. KKRને દબાણમાં લાવવા માટે વહેલી વિકેટ લેવાની જરૂર હતી. જેમાં SRHની ટીમ સફળ રહી નહોતી જેના કારણે KKRએ માત્ર 13.4 ઓવરમાં જીત નોંધાવી હતી