IPL 2024

હૈદરાબાદને ફટકો, હસરંગા ઈજાને કારણે આઇપીએલની બહાર થઈ ગયો

હૈદરાબાદ: શ્રીલંકાનો સ્પિનિંગ-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગા 18 માર્ચે ચટગાંવમાં બાંગ્લાદેશ સામે શ્રેણીની છેલ્લી વન-ડે રમ્યો ત્યાર પછી આઇપીએલમાં રમવા મનોમન તૈયારી કરવા લાગ્યો હતો. બાંગ્લાદેશ સામેની સિરીઝમાં તે ડાબા પગની એડીની ઈજા છતાં અને એડીમાં ખૂબ સોજો હોવા છતાં પેઇનકિલર ઇન્જેક્શનો લઈને રમતો રહ્યો હતો. ત્યારે તેના પગની કેવી હાલત હતી એ ખુદ હસરંગા જાણતો જ હશે, પણ સોશિયલ મીડિયામાં એવી વાતો ચગી હતી કે તે આઇપીએલમાં થોડો મોડો રમવા આવશે.

જોકે હવે એવા સમાચાર આવ્યા છે કે સનરાઇઝર્સ હૈદરાબાદે 1.50 કરોડ રૂપિયામાં ખરીદેલો હસરંગ એડીની ઈજાને લીધે આખી આઇપીએલ નહીં રમે. તે પૉડિયાટ્રિસ્ટને મળ્યો છે અને વધુ તબીબી નિષ્ણાતોની સલાહ લેવા દુબઈ જશે.
તે અને તેનું ક્રિકેટ બોર્ડ આ ઈજાની બાબતમાં કોઈ જ રિસ્ક નથી લેવા માગતા. આઇપીએલ પછી જૂનમાં ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે અને હસરંગા એના માટે ફિટ ઍન્ડ ફાઇન રહેવા મક્કમ છે. હસરંગા અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુની ટીમમાં હતો.

આપણ વાંચો: IPL-2024માં Gujarat Titansને લાગ્યો મોટો આંચકો, આ સ્ટાર બોલર થયો બહાર…

મીડિયામાં એવા અહેવાલો હતા કે આઇપીએલમાં રમવાના 1.50 કરોડ રૂપિયા હસરંગાને ઓછા લાગી રહ્યા છે એટલે તે ભારત આવવાનું ટાળી રહ્યો છે. જોકે હસરંગાના મૅનેજરે એક જાણીતી ક્રિકેટિંગ વેબસાઇટને કહ્યું, ‘આ વાત સાવ ખોટી છે. હસરંગા પગની ખૂબ કાળજી લેવા માગે છે એટલે આઇપીએલમાં નથી રમવાનો.’

હસરંગા આ વખતની આઇપીએલની બહાર થઈ ગયેલો પહેલો વિદેશી ખેલાડી નથી. તેની પહેલાં હૅરી બ્રૂક, જેસન રૉય, ગસ ઍટકીન્સન, ડેવિડ વિલી અને માર્ક વૂડ વગેરે પ્લેયરો આઇપીએલની વર્તમાન સીઝનમાંથી નીકળી ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button