IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

PBKS vs SRH highlights: હૈદરાબાદ મૅચ જીત્યું, પણ પંજાબના શશાંક-આશુતોષ અનેકનાં દિલ જીત્યા

મોહાલી: સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં અત્યંત રસાકસીભરી મૅચમાં પંજાબ કિંગ્સને છેલ્લા બૉલમાં બે રનથી હરાવી તો દીધું, પણ પંજાબ જીતવાને વધુ લાયક હતું એ એના બે બૅટર શશાંક સિંહ (૪૬ અણનમ, ૨૫ બૉલ, એક સિક્સર, છ ફોર) તથા આશુતોષ શર્મા (૩૩ અણનમ, ૧૫ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)એ ડેથ ઓવર્સમાં ફટકાબાજી કરીને પુરવાર કર્યું.

હૈદરાબાદે ૯ વિકેટે ૧૮૨ રન બનાવ્યા બાદ પંજાબે ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા. હૈદરાબાદના ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (૩૭ બૉલમાં પાંચ સિક્સર, ચાર ફોર સાથે ૬૪ રન તેમ જ એક વિકેટ અને એક કૅચ)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

Image: BCCI

પંજાબે લક્ષ્યાંક મળ્યા બાદ ખરાબ શરૂઆત કરી હતી. ૨૦ રનમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી. એક તબક્કે સૅમ કરેન (૨૯ રન, બાવીસ બૉલ, બે સિક્સર, બે ફોર) આઉટ થયા બાદ સિકંદર રઝા (૨૮ રન, બાવીસ બૉલ, બે સિક્સર, બે ફોર) અને શશાંક સિંહની જોડી ક્રીઝ પર હતી ત્યાં સુધી પંજાબના વિજયની આશા હતી, કારણકે ત્યારે જીતવા ૪૨ બૉલમાં ૯૨ રન કરવાના હતા જે બની શકે એમ હતા.

ચોથી એપ્રિલે અમદાવાદમાં ગુજરાત સામે પંજાબની ટીમ આવા જ ફાઇટબૅકથી ૨૦૦ રનનો ટાર્ગેટ એક બૉલ બાકી રાખીને મેળવી ગઈ હતી એટલે સંભાવના આ વખતે પણ લાગતી હતી.

Imgae: BCCI

જોકે ૧૪મી ઓવરની શરૂઆતમાં ૯૧ રનના કુલ સ્કોર પર જયદેવ ઉનડકટે રઝાને મેદાન પરથી રજા આપી દીધી એટલે હૈદરાબાદનો વિજય વધુ આસાન થઈ ગયો હતો. શશાંકે એક છેડો સાચવી રાખ્યો હતો, પણ વિકેટકીપર જિતેશ શર્મા (૧૧ બૉલમાં ૧૯ રન)ને બૅટિંગના સ્ટાર નીતીશ કુમાર રેડ્ડીએ પૅવિલિયન ભેગો કરીને પંજાબની હાલત વધુ બગાડી હતી.

શશાંક અને આશુતોષ શર્મા લડત આપી રહ્યા હતા એટલે આઈપીએલની આ સીઝનમાં મૅચ છેલ્લી ઓવર સુધી જવાની પરંપરા જળવાઈ હતી. કેપ્ટન કમિન્સે ૨૦મી ઓવરની જવાબદારી નીતીશ જેવા નવા બોલરને બદલે ઉનડકટ જેવા અનુભવીને આપવાનું પસંદ કર્યું હતું. પંજાબે એ લાસ્ટ ઓવરમાં ૨૯ રન બનાવવાના હતા. હૈદરાબાદનો હાથ ઉપર લાગતો હતો. જોકે એક બાજુ આશુતોષે સિક્સરથી ઓવરની શરૂઆત કરી અને બીજી તરફ ઉનડકટે એ છેલ્લી ઓવરના પ્રેશરમાં શ્રેણીબદ્ધ વાઇડ ફેંકતા હૈદરાબાદના ડગઆઉટમાં ટેન્શન થઈ ગયું હતું.

Image: BCCI

આશુતોષે વધુ એક છગ્ગો ફટકારી મેચને વધુ રોમાંચક બનાવી, પણ પછીના બે બૉલમાં બે-બે રન બન્યા, ઓર એક વાઇડ પણ ફેંકાયો અને કૅચ ડ્રોપ પણ થયો, પરંતુ છેલ્લા બૉલમાં નવ રન બનાવવાના હતા ત્યારે બૅટર શશાંક સિંહે છગ્ગો ફટકારીને માથું ગર્વથી ઊંચું રાખીને હાર સ્વીકારી હતી.

Image:BCCI

છેવટે હૈદરાબાદને માત્ર બે રનથી જીતવા મળ્યું અને બે પોઇન્ટ પણ મળ્યા. એ પહેલાં, નીતિશ રેડ્ડી બેટિંગમાં હૈદરાબાદની વહારે આવ્યો હતો, પણ બોલિંગમાં પંજાબનો પેસ બોલર અર્શદીપ સિંહ (4-0-29-4) સૌથી સફળ બોલર અસરદાર બન્યો હતો.

https://twitter.com/IPL/status/1777760565508923772

સ્ટાર બૅટર્સવાળી હૈદરાબાદની ટીમમાં આ વખતે ટ્રેવિસ હેડ (21), અભિષેક શર્મા (16), એઇડન માર્કરમ (0) અને હિન્રિચ ક્લાસેન (નવ રન) સારું રમવામાં નિષ્ફળ ગયા હતા, પણ આ વખતે બીજી જ મૅચ રમેલો આંધ્ર પ્રદેશનો 20 વર્ષનો નીતિશ કુમાર રેડ્ડી ચમકી ગયો હતો. તેણે અબ્દુલ સામદ (પચીસ રન, 12 બૉલ, પાંચ ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરીને ટીમની આબરૂ સાચવી હતી. srchએક સમયે હૈદરાબાદે માત્ર 64 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ છેવટે 182/9નો સ્કોર નોંધાવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…